નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે આજે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ હુમલા કર્યા હતા. પાકિસ્તાનના પીઓકેમાં ચાલી રહેલા તમામ ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કર્યા હતા. ઉરી બાદ કરવામા આવેલા હુમલા કરતા આ વખતે ખુબ મોટા પાયે હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા. ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. ત્રાસવાદી કેમ્પ પર સતત બોંબ ઝીંકવામાં આવ્યા હતા.
જેશે મોહમ્મદના અલ્ફા-૩ કન્ટ્રોલ રૂમ સહિત કેટલાક કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અજિત ડોભાલના નેતૃત્વમાં આ હુમલા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી. અજિત ડોભાલે સવારે સફળ હુમલો કરવામાં આવ્યા બાદ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા બાદ દેશભરમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ સરહદ પર રહેતા લોકોને કહેવામાં આવ્યુ છે કે હાલમાં સાવધાની રાખવામાં આવી છે. બાલાકોટ અને મુજફ્ફરબાદમાં હુમલા કરવામાં આવ્યા બાદ ત્રણ વાગેથી સવારે બોમ્બ ઝીંકવાની શરૂઆત કરવામાં આવી હતી.
મિરાજ ૨૦૦૦ વિમાનો મારફતે હુમલા કરવામાં આવ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ ત્રાસવાદીઓનો સફાયો થઇ ગયો છે. પાકિસ્તાનને આ હુમલા અંગે જાણ થઇ ન હતી. બાલાકોટ અને ચકોટી જેવા ત્રાસવાદી અડ્ડાઓના વિસ્તારમાં હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. મુઝફ્ફરાબાદના રસ્તા પર આવતા ભારતીય યુદ્ધ વિમાનોએ ત્રાસવાદીઓના અડ્ડા પર બોંબ ઝીંકવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો. જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા. જેશે મોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસના મામલે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે દેશમાં ગરીબી નાબુદીની દિશામાં મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો.
આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે.
નગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલા થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. છેલ્લા કેટલાક દિવસથી ભારતે પાકિસ્તાનને એકલુ પાડી દેવાના પ્રયાસ થઇ રહ્યા હતા. સાથે સાથે તેન સામે પગલા લેવામાં આવી રહ્યા હતા. પુલવામાં હુમલા બાદ વારંવાર મોદીએ કહ્યુ હતુ કે તે ત્રાસવાદીઓનો ખાતમો કરવામાં આવશે. ત્રાસવાદીઓએ મોટી ભુલ કરી હોવાની પણ મોદીએ અગાઉ વાત કરી હત. આજે હુમલા કરવામાં આવ્યા બાદ દેશમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. મિરાજ વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જા પણ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.