શિક્ષણ વિકાસમાં સહાયરૂપ બને

KhabarPatri News
By KhabarPatri News 5 Min Read

ભારત દુનિયાના એવા દેશોમાં સામેલ છે જ્યાં ખુબ ઝડપથી પરિવર્તન દરેક ક્ષેત્રમાં થઇ રહ્યા છે. આ તમામ પરિવરત્નના માધ્યમ તરીકે શિક્ષણ વ્યવસ્થા બની રહી છે. આંકડા પર ધ્યાન આપવામાં આવે તો કહી શકાય છે કે છેલ્લા દશકોમાં સતત પ્રયાસોના કારણે પ્રાથમિક શિક્ષણના સ્તર પર પ્રવેશને લઇને અભૂતપૂર્વ વધારો થયો છે. ઉચ્ચ શિક્ષણમાં પણ પ્રવેશમાં સતત વધારો થઇ રહ્યો છે. પ્રવેશ સિવાય પર શિક્ષણના કેટલાક પાસા રહેલા છે.

જેના પર વિસ્તારપૂર્વક ધ્યાન આપવામાં આવે અને વાતચીત કરવામાં આવે તે જરૂરી છે. દાખલા તરીકે શિક્ષણના સ્વરૂપના પ્રશ્ન, શિક્ષણની ગુણવત્તાના પ્રશ્ન અને શિક્ષણ તેમજ જ્ઞાન સંબંધિત પ્રશ્નનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિક્ષણ અને રોજગારના સંબંધ અને શિક્ષણના ઉપયોગ તેમજ સામાજિક પરિવર્તનમાં તેની ભૂમિકાના પ્રશ્ન રહેલા છે. આંકડા સાક્ષી છે કે ભારતમાં શિક્ષિત યુવાનોની સંખ્યામાં રેકોર્ડ ગતિથી વધારો થઇ રહ્યો છે. શિક્ષણ હવે અમીર અને શહેરી લોકો સુધી મર્યાિદત રહી નથી. ગામ અને ગરીબ સુધી પણ શિક્ષણનુ સ્તર અને નેટવર્ક પહોંચી ચુક્યુ છે. ગરીબ બાળકો પણ શાનદાર દેખાવ ટોપ લેવલ પર શિક્ષણમાં કરી રહ્યા છે. આજે દુનિયાના કોણ પણ ભાગમાં જઇએ તો પણ જાણવા મળશે કે શિક્ષણને લઇને એક વૈશ્વિક જાગરુકતાનુ વાતાવરણ બની રહ્યુ છે. આની અસર ભારત પર પણ સ્પષ્ટપણે જોઇ શકાય છે.

જે પણ નવી નીતિ બને છે તેમાં શિક્ષણ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જ્યારે પણ કોઇ આંકડા રજૂ કરવામાં આવે છે ત્યારે શિક્ષણ તેમાં પ્રમુખ મુદ્દા તરીકે રજૂ કરવામાં આવે છે. હવે શિક્ષણના સ્વરૂપને વૈશ્વિક સંદર્ભમાં જાવાનો સમય આવી ગયો છે. અમે જે શિક્ષણ આપી રહ્યા છીએ તે કઇ રીતે ગ્રહણ કરવામાં આવી રહી છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. દાખલા તરીકે તમે કોઇ શિક્ષિતના સંબંધમાં એમ કહી શકો નહીં કે આ માત્ર શિક્ષિત છે. આપને એ બાબત તરફ ધ્યાન આપવાની જરૂર છે કે કે તેના શિક્ષણનુ સ્તર શુ રહેલુ છે. તે ક્યા પ્રકારનુ શિક્ષણ મેળવી ચુક્યુ છે. સ્કુલ, કોલેજ અને યુનિવર્સિટીમાં કઇ પ્રકારના શિક્ષણ આપવામા આવી રહ્યા છે. આંકડાના સ્તર પર તો યોગ્ય લાગે છે પરંતુ અમને દર્શાવવાની જરૂર છે કે અમે કેટલા ટકા સાક્ષર થયા છીએ. જો કે શિક્ષણ અને સાક્ષરતા બન્ને જુદા જુદા વિષય છે. જ્યારે અમે શિક્ષિતોની વાત કરીએ છીએ ત્યારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષમાં તેને વિભાજિત કરીએ છીએ.

પ્રાથમિક શિક્ષણ એક બાજુ સરકારી સંસ્થાઓમાથીં પ્રાઇવેટ સંસ્થાની તરફ કુચ કરી રહી છે. બીજી બાજુ સતત મોંધી બની રહી છે. એક સમય એવો હતો જ્યારે માત્ર સરકારી સ્કુલો જ હતી. ટ્રસ્ટ સ્કુલો રહેતી હતી. ખુબ ઓછી ખાનગી શિક્ષણ સંસ્થાઓ સુધી પસંદગીના અમીર બાળકો પહોંચી શકતા હતા. આજે ગરીબ, ખેડુત અને મજદુરોના બાળકો પણ ખાનગી સ્કુલોમાં પહોંચી રહ્યા છે. નબળા વર્ગના લોકો પણ પોતાના બાળકોને ખાનગી સ્કુલમાં પ્રવેશ અપાવવા માટે ઇચ્છુક હોય છે. કારણ કે સરકારી સ્કુલોનુ સ્તર સતત ઘટી રહ્યુ છે. દુનિયાના શિક્ષણશાસ્ત્રીઓ નક્કરપણે માને છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં આપવાની જરૂર છે. આના કારણે બાળકોના વિષય સંબંધિત જ્ઞાન મજબુત થાય છે. તે ચીજાને વહેલી તકે શિખી શકે છે. પરંતુ આ જ દેશમાં જ્ઞાન આયોગની ભલામણ છે કે હવે તમામ બાળકોને અંગ્રેજી માધ્યમથી શિક્ષણ આપવામાં આવે તે જરૂરી છે. તેમના અંગ્રેજી જ્ઞાનના મુલ્યાંકનના આધાર પર ટેસ્ટ થવા જોઇએ. દેશમાં પ્રાથમિક શિક્ષણ એજ દિશામાં આગળ વધી રહ્યુ છે. જેથી અમારા બાળકો વિષય જ્ઞાનમાં ખુબ નબળા પુરવાર થઇ રહ્યા છે.

ભાષાને લઇને અમને ક્યારેય કોઇ તકલીફ હોવી જોઇએ નહીં. દુનિયાની બીજી ભાષા પણ શિખવાની જરૂર હોય છે. જો કે માધ્યમ તરીકે ભાષા શિખવી જોઇએ નહીં. એક વિષય તરીકે ભાષા શિખવામાં આવે તે જરૂરી છે. આના કારણે બાળકોની મુળભુત સ્થિતી મજબુત બને છે. ખાનગી સ્કુલો તરફ લોકો વધારે આકર્ષિત થઇ રહ્યા છે. આના  માટે કારણો પણ છે. આજે સરકારી સ્કુલોમાં હાલંત ખરાબ થયેલી છે.  મુળભુત સુવિધાના પણ અભાવ જોઇ શકાય છે. સાથે સાથે પુરતા પ્રમાણમાં શિક્ષકો નથી. કોઇ જગ્યાએ પુરતા ક્લાસ નથી. કોઇ  જગ્યાએ બેસવાની સુવિધા નથી. વરસાદમાં તો બિલકુલ ચાલે એવી સ્થિતી નથી. સરકારી સ્તરને સુધારી દેવા માટેના તમામ મોટા મોટા દાવા થઇ રહ્યા હોવા છતાં સ્થિતીમાં નોંધપાત્ર સુધારો થઇ રહ્યો નથી.

Share This Article