થોડાક સપ્તાહ પહેલા જ નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેન્કિંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ) તરફથી ભારતીય કોલેજ અને યુનિવર્સિટીના રેન્કિંગ જારી કરવામાં આવ્યા છે. રેન્કિંગમાં છેલ્લા વર્ષોની તુલનામાં કેટલાક સુધારા જાવામાં આવ્યા છે. જેમ કે લો અને આર્કિટેકચર જેવી જુદી જુદી સંસ્થાઓ માટે શ્રેણી વધારી દેવામાં આવી છે. પહેલા આ શ્રેણી રાખવામાં આવી ન હતી. રેન્કિંગમાં સામેલ રહેલી સંસ્થાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સંખ્યા હવે વધીને ૪૫૦૦ કરતા ઉપર પહોંચી ગઇ છે. દરમિયાન ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દરેક પરિસ્થિતીમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રેન્કિંગમાં સામેલ થવાની બાબત જરૂરી છે. જે સરકારી સંસ્થાઓ આમાં સામેલ થશે નહીં તેમને મળનાર ફંડમાં કાપ મુકવામાં આવશે. માનવામાં આવે છે કે તમામ સરકારી સંસ્થાઓ આ રેન્કિંગમાં સ્વય સામેલ થશે. હાલના વર્ષોમાં રેન્કિંગ જારી કરવામાં આવી છે.
તેમા દેશની આઠ જુદી જુદી સંસ્થાઓસામેલ રહી છે. જુદા જુદા પ્રકારની શિક્ષણ સંસ્થાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જાવા મળી રહી છે. જેમના રેન્કિંગ ખાસ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેમાં યુનિવર્સિટી, એન્જિનિયરિગ, મેડિકલ, ફાર્મસી, મેનેજમેન્ટ, આર્કિટેકચર, લો અને અન્ય કોલેજ સામેલ છે. એક નવમી શ્રેણી પણ છે. જેમાં તમામ સંસ્થાઓના રેન્કિંગ એક સાથે કરવામાં આવ્યા છે. ગોવા આંતરરાષ્ટ્રીય સંસ્થાના અધિકારી નક્કર પણે માને છે કે ભારતમાં મોટા ભાગની શિક્ષણ સંસ્થાઓ મધ્યમ સ્તરની રહેલી છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ આ શિક્ષણ સંસ્થાઓમાં જ અભ્યાસ કરી રહ્યા છે. ૬૫ ટકાથી વધારે વિદ્યાર્થીઓ આ જ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે મજબુર છે. ૬૭ ટકાથી વધારે વિદ્યાર્થીઓ ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવે છે. જા મોટા ભાગે ખુબ મોંઘી શિક્ષણ સંસ્થાઓ હોય છે. બાકીના તમામ વિદ્યાર્થીઓ તો સરકારી સંસ્થાઓમાં જ અભ્યાસ કરે છે. જ્યાં કુલ સંશાધનો અને બૌદ્ધિક ક્ષમતાનો અભાવ રહે છે.
દેશમાં શેક્ષણિક સંસ્થાઓના દેખાવની વાત કરવામાં આવે તો ગણતરીની શિક્ષણ સંસ્થાઓ જ નાણાંકીય આધાર પર રાષ્ટ્રીય રેન્કિંગમાં સામેલ થવા માટે યોગ્યતા ધરાવે છે. જેમાં મોટા ભાગની શેક્ષણિક સંસ્થાઓ કેન્દ્રના ફંડ મેળવનાર હોય છે. કેટલીક ખાનગી સંસ્થાઓ પણ સામેલ હોય છે. આવી સ્થિતીમાં સરકારને ધ્યાન આપવુ જાઇએ કે એનઆઇઆરએફમાં સામેલ ન થનારી સંસ્થાને ફંડમાં કાપ મુકવાની ચેતવણી આપવાના બદલે તેમની નાણાંકીય સ્થિતી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. સરકારી સંસ્થાઓ માચે બજેટ ફાળવણી પર વધારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવે તે જરૂરી છે. જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે રેન્કિંગમાં સામેલ કરવામાં આવેલી શિક્ષણ સંસ્થાઓને આપવામાં આવેલા પોઇન્ટની સાર્થકતા એ વખતે જ છે જ્યારે ટોપ પર રહેલી બારતીય સંસ્થાઓના પોઇન્ટની તુલના આંતરરાષ્ટ્રીય રેન્કિંગના આધાર પર કરવામાં આવે. વર્ષ ૨૦૧૬ અને વર્ષ ૨૦૧૭ની જેમ જ આ
વખતે પણ જારી કરવામાં આવેલા રેન્કિંગના મામલે તીખી પ્રતિક્રિયા સપાટી પર આવી છે. એક સમીક્ષક પોતાના બ્લોગમાં લખે છે કે માત્ર ૧૫ યુનિવર્સિટી અથવા તો આ શિક્ષણ સંસ્થાઓ એવી છે જેમને નવ શ્રેણીમાં ૧૦૦માંથી ૭૫ અથવા તો વધારે પોઇન્ટ મળ્યા છે. ટોપની ૧૦૦ સંસ્થાઓને ૧૦૦માંથી ૬૦ પોઇન્ટ જ મળ્યા છે. આ આંકડાને લઇને પણ ચર્ચા છે. ટુંકમાં કહી શકાય છે કે ભારતમાં રહેલી શૈક્ષણિક સંસ્થાઓને વધારે પ્રમાણમાં જરૂરી ફંડ મળે તે જરૂરી છે. સારા ફંડ મળશે તો જ તેમની સ્થિતી નાણાંકીય રીતે મજબુત બનતા જરૂરી સંશાધનો ઉભા કરી શકાશે. ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતીને સુધારી દેવા માટે અનેક પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે.