બજેટ આડે હવે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે આરોગ્યને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. ભારતમાં આરોગ્યની સુવિધા હજુ પણ અપેક્ષા કરતા ખુબ નબળી રહેલી છે. તેમાં ખુબ ધ્યાન આપવાની જરૂર છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે જો રાજકીય ઇચ્છાશક્તિ હોય તો દરેક નાગરિકને સારી આરોગ્યની સુવિધા આપી શકાય છે. દરેક નાગરિકને સારા આરોગ્ય માટે મફથ નિયમિત મેડિકલ ચેકઅપ અને સુલભ ઉપચાર માટે કાનુની અધિકાર આપી શકાય છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ તબીબોની સંખ્યા ખુબ ઓછી હોવાના કારણે તબીબો દરેક દર્દીને સરેરાશ બે મિનિટ આપી શકે છે.
જ્યારે અમેરિકા, સ્વીડન, નોર્વે જેવા દેશોમાં આધુનિક તપાસ સાધન બાદ પણ સરેરાશ ૨૦ મિનિટ પ્રતિ દર્દીને આપવામાં આવે છે. આ પ્રકારના અંતરને જોઇને કહી શકાય છે કે ભારતમાં આરોગ્યસેવાને સ્વસ્થ બનાવવા માટે મજબુત ઇચ્છાશક્તિની જરૂર દેખાઇ રહી છે. અમારે દેશમાં જો એક જ જિલ્લામાં સેંકડો બાળકો ઉપચાર કરી શકાય તેવા રોગના કારણે મૃત્યુ પામે છે. જટિલ રોગથી ગ્રસ્ત ૯૯ ટકાથી વધારે રોગી મોટા અને નિષ્ણાંત તબીબ સુધી પહોંચી શકતા નથી., સામાન્ય સરકારી હોસ્પિટલમાં લાંબી લાઇનના કારણે રોગીને લઇને પૂર્ણ માહિતી મેળવ્યા વગર જ તબીબ દવા લખીને આગામી દર્દીને બોલાવી લે છે. લોકોને તેમના ઘરની બહાર સામાન્ય રીતે પ્રાથમિક રીતે આરોગ્ય કેન્દ્રની સુવિધા મળી રહી નથી.
જો આ પ્રકારની સ્થિતી હોય તો કહી શકાય છે કે રોગીથી પહેલા તબીબી વ્યવસ્થાના આરોગ્યને સુધારી લેવાની જરૂર છે. આરોગ્ય સેવાની આ નાજુક સ્થિતીનુ મુખ્ય કારણ દેશમાં આરોગ્ય સેવા માટે કરવામાં આવતી ઓછી બજેટ ફાળવણી પણ છે. આને તબક્કાવાર રીતે ચાર ગણી કરવાની તાકીદની જરૂર દેખાઇ રહી છે. અમારા બંધારણમાં દરેક વ્યક્તિને સ્વસ્થ જીવનના અધિકાર તો આપવામાં આવ્યા છે પરંતુ આ અધિકાર એ વખતે સાર્થક થશે જ્યારે સરકાર દરેક વ્યક્તિને સુગમ, સુલભ અને સરળ રીતે પૂર્ણ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવે. જો કોઇ વ્યક્તિને આ સુવિધા મળતી નથી તો તે હોસ્પિટલ અથવા તો સરકારની સામે કેસ કરીને તેમને દોષિત જાહેર કરી શકે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. આરોગ્યના અધિકારને કોઇ પણ મુળભુત અધિકારથી ઓછા મહત્વપૂર્ણ ગણી શકાય તેમ નથી. જો કોઇ દેશમાં યોગ્ય તબીબી સારવાર વગર લોકો તડફી રહ્યા છે તો ત્યાંની સરકારને પોતાને ક્લ્યાણકારી સરકાર તરીકે ગણાવવાનો કોઇ અધિકાર નથી. આરોગ્ય સેવાના સુધારા માટે સરકારને ચાર સ્તર પર કામ કરવાની જરૂર છે. પહેલા ચરણના ભાગરૂપે યોગ્ય પોષણની સુવિધા તમામને મળે તે જરૂરી છે.
ખાસ કરીને બાળકો અને સગર્ભાવસ્થામાં રહેલી માતાને પોષણની વ્યવસ્થા થવી જોઇએ. બીજા તબક્કામાં રોગના રક્ષણ માટે સઘન સ્વચ્છતા અભિયાન જેના ભાગરૂપે હાલમાં ચાલી રહેલા અભિયાનને અનેક ગણા સ્તર પર વધારે તીવ્ર કરવાની જરૂર છે. ત્રીજા તબક્કાના ભાગરૂપે રોગની શરૂઆતમાં ઓળખ કરીને તેની સારવાર કરવાની જરૂર હોય છે. નિયમિત રૂટીન તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ચોથા તબક્કાના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામાન્ય જિલ્લા હોસ્પિટલ અને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મોટા પ્રમાણમાં રહે તે જરૂરી છે.
આવી હોસ્પિટલમાં મોટા પાયે બને અને તેમના યોગ્ય મેનેજમેન્ટની વ્યવસ્થા પણ થવી જોઇએ. રાજસ્થાન અને કેટલાક આવા પ્રદેશમાં પ્રાઇવેટ પ્રેકટીસને મંજુરી હોવાના કારણે સરકારી નિષ્ણાંત તબીબોની પાસે હોસ્પિટલમાં સમય પણ ઓછો રહે છે. પ્રાથમિક તબીબી સારવાર માટે મહિલા ક્લિનિકની જેમ જ નાના નાના ડિસ્પેન્સરીને અનેક ગણી વધારી દેવાની જરૂર છે. એમ કહેવામાં આવે છે કે તબીબો ગામમાં જવા માટે તૈયાર નથી. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ગામોમાં મુળભુત માળખા ન હોવાના કારણે તબીબોને લાગે છે કે ત્યાં તેની કુશળતાનો યોગ્ય ઉપયોગ કરી શકાશે નહીં. સુપર સ્પેશિયાલિસ્ટ સેવા માટે હાલમાં અમેસ અને કેટલીક પીજીઆઇ તબીબી સંસ્થાઓ છે. તેમની ઉપયોગિતાને ધ્યાનમાં લઇને દરેક રાજ્યમાં કમ સે કમ મોટી અને સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રહે તે જરૂરી છે.