બુધવારે ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ અને શ્રીમતી સારા નેતન્યાહૂ સાથે ગુજરાતની મુલાકાત લેવા જઇ રહ્યાં છે. તેમના આગમનથી પરત ફરવા સુધીના કાર્યક્રમની વિગતો પ્રમાણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બુધવારે ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રી બેંજામિન નેતન્યાહૂ અને શ્રીમતી સારા નેતન્યાહૂ સાથે ગુજરાતની મુલાકાતમાં સામેલ થશે.
અમદાવાદ શહેર શ્રીમાન અને શ્રીમતી નેતન્યાહૂનો સત્કાર કરશે. તેઓ અમદાવાદના હવાઇમથકે થી નીકળી સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. સાબરમતી આશ્રમ ખાતે તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરશે.
પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી નેતન્યાહૂ અમદાવાદમાંથી જ દીવ ધોલેરા ગામ ખાતેના આઇ-સિક્રેટ સેન્ટરનું અનાવરણ કરશે. તેઓ સ્ટાર્ટ અપ પ્રદર્શનની મુલાકાત લેશે અને સ્ટાર્ટ અપનાં સંશોધકો તથા સીઇઓ સાથે વાતચીત કરશે. બંને વડાપ્રધાનો વીડિયો લિંક મારફતે બનાસકાંઠાનાં સુઈગામ તાલુકામાં ખારા પાણીને મીઠા કરવાની હરતી ફરતી વાન રાજ્યને અર્પણ કરશે. આ પ્રસંગે બંને નેતાઓ જાહેર સભાને સંબોધન પણ કરશે.
પ્રધાનમંત્રી નેતન્યાહૂ અને પ્રધાનમંત્રી મોદી આ સાથે બનાસકાંઠા જિલ્લાના વાદરદ ગામે શાકભાજીનાં સેન્ટર ફોર એક્સેલેન્સની પણ મુલાકાત લેશે. આ પ્રસંગે તેમને કેન્દ્ર ખાતેની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવશે. તેઓ વીડિયો લિન્ક મારફતે ભૂજ જિલ્લાનાં કુકામા ખાતેના ખજૂરી માટેનાં કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે. તેઓ ખેડૂતો સાથે વાતચીત પણ કરશે.
મોડી સાંજે પ્રધાનમંત્રી નેતન્યાહૂ મુંબઈ જવા રવાના થશે.