નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા સ્થળે રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ સ્થળ ઉપર ૨.૭૭ એકર જમીનની માલિકીને લઇને ફેંસલો કરવામાં આવનાર છે. ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ પહેલા આ મામલામાં એક મર્યાદિત પ્રશ્નને બંધારણીય બેંચ સમક્ષ મોકલવામાં આવે કે કેમ તેને લઇને ચુકાદો આવ્યો હતો. મુસ્લિમ પક્ષકારો તરફથી એવી દલીલ આપવામાં આવી હતી કે, ૧૯૯૪માં ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામના અખંડ ભાગ તરીકે નથી.
પાંચમી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે જ્યારે અયોધ્યા મામલાની સુનાવણી શરૂ થઇ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલો માત્ર જમીન વિવાદનો છે પરંતુ આ ગાળા દરમિયાન મુસ્લિમ પક્ષકારો તરફથી ઉપસ્થિત થયેલા રાજીવ ધવને દલીલ કરી હતી કે, નમાઝ અદા કરવાનો અધિકાર છે અને તેને અકબંધ રાખવો જાઇએ. નમાઝ અદા કરવાની બાબત ધાર્મિક પ્રથા છે અને આ અધિકારથી કોઇને વંચિત રાખી શકાય નહીં. આ ઇસ્લામના અખંડ ભાગ તરીકે છે.
ધવને દલીલ કરી હતી કે, સુપ્રીમ કોર્ટે ૧૯૯૪માં આપવામાં આવેલા ચુકાદામાં કહ્યું હતું કે, મસ્જિદમાં નમાઝ અદા કરવાની બાબત ઇસ્લામના અખંડ ભાગ તરીકે નથી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને લઇને દલીલબાજી શરૂ થઇ હતી. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને લઇને પણ કાયદાકીય નિષ્ણાતોમાં દલીલબાજી રહી હતી. સૌથી પહેલા ૧૯૯૪ના બંધારણીય બેંચના ચુકાદાને ફરીથી વિચારણામાં લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર નિષ્ણાતોની પણ નજર કેન્દ્રિત થઇ છે.