અમદાવાદ : મુંબઈ સ્થિત એ બી ઈન્ફ્રાબિલ્ડ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) શુક્રવાર, તા.૨૮ જૂન, ૨૦૧૯ના રોજ ખુલશે. આ આઈપીઓમાં રૂ. ૧૨૮૪.૧૨ લાખના એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. ૧૯ના શેર પ્રીમિયમ સહિત ઈક્વિટી શેર દીઠ રૂ. ૨૯ના ભાવે રોકડ માટે પ્રત્યેકી રૂ. ૧૦ના ફેસ વેલ્યુના ૪૪,૨૮,૦૦૦ ઈક્વિટી શેરોનો સમાવેશ રહેશે, જેમાંથી રૂ. ૬૪.૯૬ લાખના એકત્રિત ઈક્વિટી શેર દીઠ રૂ. ૨૯ના ભાવે રોકડ માટે પ્રત્યેકી રૂ. ૧૦ના ફેસ વેલ્યુના ૨,૨૪,૦૦૦ ઈક્વિટી શેરો ઈશ્યુની માર્કેટ મેકર દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે અનામત રખાશે એમ અત્રે કંપનીના એમડી અને સીંગલ પ્રમોટર અમિત ભોલેનાથ મિશ્રાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,નેટ ઈશ્યુ ૪૨,૦૪,૦૦૦ ઈક્વિટી શેરોનો છે.
ઈશ્યુની લીડ મેનેજર માર્ક કોર્પોરેટ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે. ઈશ્યુની રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે. ઈશ્યુની માર્કેટ મેકર અસનાની સ્ટોક બ્રોકર છે. શેરો એનએસઈ ઈમર્જ પર લિસ્ટેડ હશે. ઈશ્યુ તા.૩ જુલાઈ, ૨૦૧૯ના રોજ બંધ થશે. એ બી ઈન્ફ્રાબિલ્ડ લિમિટેડ રેલવે પ્રોજેક્ટોમાં નિષ્ણાત છે અને સિવિલ અને સ્ટ્રક્ચરલ કાર્યો, નવાં રેલવે સ્ટેશનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જૂનાં રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ, નવી રેલવે લાઈનો, ગેજ કન્વર્ઝન, ટ્રેક લિન્કિંગ, ટ્રેક રચના, રેલ ઓવર બ્રિજ (આરઓબી), ફૂટ ઓવર બ્રિજ (એફઓબી)નું નિર્માણ વગેરે જેવી વિવિધ સેવાઓ પૂરી પાડે છે.
એ બી ઈન્ફ્રાબિલ્ડ લિમિટેડ છેલ્લાં ૧૦ વર્ષથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સંકળાયેલી છે અને મધ્ય રેલવે તથા પશ્ચિમ રેલવેમાં વિવિધ સ્ટેશનો ખાતે રોડ ઓવર બ્રિજ (આરઓબી)નાં બાંધકામ, મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન લિ. માટે ઘણાં બધાં રેલવે સ્ટેશનો ખાતે ફૂટ ઓવર બ્રિજીસ, સ્કાયવોક્સ અને એલીવેટેડ બુકિંગ ઓફિસીસનાં બાંધકામ, પશ્ચિમ રેલવે માટે નવાં પ્લેટફોર્મ્સનાં બાંધકામ, પશ્ચિમ રેલવે માટે નવાં સ્ટેશન બિલ્ડિંગ્સનું બાંધકામ પૂર્ણ કર્યાં છે અને પશ્ચિમ રેલવે માટે એપ્રોચ રોડ્સનાં સમારકામ પણ કર્યાં છે. કંપની મહાપાલિકા અને એમએમઆરડીએ માટે પાદચારી- કમ- વાહનના સબવેન બાંધકામ અને રસ્તાઓનું પુનઃબાંધકામ / પહોળા કરવાનાં કામો પણ લે છે. એ બી ઈન્ફ્રાબિલ્ડ લિમિટેડ પાસે રૂ. ૩૬૯ કરોડની મજબૂત ઓર્ડર બુક છે. કંપની આઇએસઓ ૧૪૦૦૧:૨૦૦૪, આઇએસઓ ૯૦૦૧: ૨૦૦૮ અને ઓએચએસએએસ૧૮૦૦૧: ૨૦૦૭ એક્રેડિટેડ હોવા સાથે બીએમ ટ્રાડા પાસેથી આઇએસઓ અને ઓએચએસએએસ સર્ટિિફકેશનના કોમ્પ્લાયન્સ માટે એક્રેડિટેશન પણ પ્રાપ્ત કર્યું છે.