મુંબઈ : વર્ષ ૨૦૧૯ના પ્રથમ છ મહિનાના ગાળામાં આઈપીઓ મારફતે ફંડ એકત્રિત કરવાની પ્રક્રિયામાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આઈપીઓ મારફતે ફંડ રાઇઝિંગનો આંકડો ચાર વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે. શેરબજારમાં ઉથલપાથલના પરિણામ સ્વરુપે આંકડો ઉલ્લેખનીયરીતે ઘટ્યો છે. ઇન્ડિયા માર્ટ દ્વારા ઓફર કરવામાં આવેલા હાલના આઈપીઓ સહિત આઠ કંપનીઓદ્વારા ૫૫૦૯ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવી ચુક્યા છે. છેલ્લા ચાર વર્ષના ગાળામાં ઉભી કરવામાં આવેલી આ સૌથી ઓછી રકમ છે. અગાઉ ૨૦૧૫માં સૌથી ઓછી રકમ ઉભી કરવામાં આવી હતી.
તે વખતે આટલી જ સંખ્યામાં રહેલી કંપનીઓ દ્વારા આઈપીઓ રુટ મારફતે ૩૮૪૯ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. પ્રાયમરી માર્કેટમાંથી આ રકમ ઉભી કરવામાં આવી હતી. અગાઉના ગાળાના આધાર પર ૧૮ જેટલી કંપનીઓ દ્વારા પ્રાયમરી માર્કેટમાંથી ૨૩૪૫૨ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા હતા. મધ્યમ અને નાની કેપની કંપનીઓમાં ફ્રન્ટ અને બેંચમાર્કની સ્થિતિ જાવા મળી રહી છે. ફ્રેશ કેપિટલ એકત્રિત કરવાથી કંપનીઓ હાલમાં દૂર ભાગી રહી છે.