અમદાવાદ : અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતી ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદક, એક્રેશન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે જાહેરાત કરી છે કે, તેનુ પ્રારંભિક જાહેર ભરણું (IPO) બુધવાર, 14 મે, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. એન્કર પોર્શન મંગળવાર, ૧૩ મે, ૨૦૨૫ ના રોજ ખુલશે અને આ ઇશ્યૂ શુક્રવાર, ૧૬ મે, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થશે. કંપની આ ઓફરમાંથી ₹૨૯.૭૫ કરોડ એકત્ર કરવાનો લક્ષ્ય ધરાવે છે અને તેનો હેતુ એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થવાનો છે. આ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹96-101 નક્કી કરવામાં આવ્યો છે, અને લોટ સાઈઝ 1,200 ઇક્વિટી શેર હશે. જાવા કેપિટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે, સોક્રેડેમસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના અંડરરાઇટર છે અને
કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
આ IPO માં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા ₹10/- ની ફેસ વેલ્યુ સાથે 29.46 લાખ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ હશે. એન્કર રોકાણકારો માટે 2,11,200 ઇક્વિટી શેર, માર્કેટ મેકર માટે 1,47,600 ઇક્વિટી શેર, NII પોર્શન માટે 12,22,800 ઇક્વિટી શેર અનામત રાખવામાં આવ્યા છે. QIB માટે 1,41,600 ઇક્વિટી શેર અને રિટેલ (RII) પોર્શન 12,22,800 ઇક્વિટી શેર ધરાવે છે. આરએચપી મુજબ, એક્રેશન ફાર્માસ્યુટિકલ્સ કુલ IPO આવકમાંથી ₹2.69 કરોડનો ઉપયોગ નવા સાધનો/મશીનરી ખરીદવા માટે મૂડી ખર્ચ તરીકે, ₹4.65 કરોડનો ઉપયોગ હાલના ઉત્પાદન પ્લાન્ટને અપગ્રેડ કરવા માટે મૂડી ખર્ચ તરીકે કરવા માંગે છે. કંપની દ્વારા લેવામાં આવેલા રીપેમેન્ટ/પ્રીપેમેન્ટ માટે ₹99.17 લાખ, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા માટે ₹14.68 કરોડ અને બાકીની મૂડીનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.