અમદાવાદમાં યોજાશે ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ, જાણો તારીખ અને સ્થળ

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલની 9મી એડિશન 5 અને 6 ઓક્ટોબર 2024ના રોજ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન, થલતેજ ટેકરા, અમદાવાદ ખાતે યોજાશે. આ ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવ અને મનોજ અગ્રવાલ, IAS (નિવૃત્ત) દ્વારા 1 ઓક્ટોબર 2024ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં ઘોષણા કરવામાં આવી હતી.

ઉમાશંકર યાદવે માહિતી આપી હતી કે ભારતના તમામ ભાગો અને વિદેશમાંથી પચાસથી વધુ વક્તાઓ તમામ ક્ષેત્રના લોકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ફિલ્મોના પોસ્ટર વિમોચન અને પુસ્તક વિમોચન સહિત લગભગ વીસ સેશનમાં ભાગ લેશે. ઉત્સવની શરૂઆત જાણીતા કલાકાર રચના યાદવના કથ્થક પરફોર્મન્સ સાથે થશે જે પ્રતિષ્ઠિત હિન્દી સાહિત્યિક સામયિક હંસના પ્રકાશક અને મેનેજિંગ ડિરેક્ટર છે.

વક્તાઓમાં જાણીતા સ્ક્રીન રાઇટર અને લિરિસિસ્ટ નિરેન ભટ્ટ, કવિ અને ડિપ્લોમેટ અભય કે., લિરિસિસ્ટ ડૉ. સાગર, એજ્યુપ્રિનર અને રાઇટર ડૉ. મંજુલા પૂજા શ્રોફ, લિરિસિસ્ટ ડૉ. સાગર, માઈથોલોજીકલ રાઇટર કવિતા કાણે, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, કવિ અને નવલકથાકાર મુકુલ કુમાર, હિન્દી બ્લોગર, રાઇટર અને બ્યુરોક્રેટ કૃષ્ણ કુમાર યાદવ, ડૉ.ઉપેન્દ્રનાથ રૈના, ડૉ. હીરાલાલ IAS, અજય ચૌધરી IPS, નૈષધ પુરાણી અને અન્યનો સમાવેશ થાય છે.

હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારો કરણ ઓબેરોય, વિશાલ યાદવ અને હાર્દિક શાસ્ત્રી તેમના કામ, ફિલ્મો અને વિવિધ શૈલીઓ અને માધ્યમો વિશે વાત કરશે. નવી સ્થાપિત SERENE FILMS તેમની આગામી ગુજરાતી અને હિન્દી શોર્ટ ફિલ્મોના પોસ્ટર લોન્ચ કરશે.

સેરેન પબ્લિશર્સ દ્વારા આયોજિત એક વિશિષ્ટ સત્રમાં, લેખકો શ્રદ્ધા રામાણી, કુમુદ વર્મા, મૈત્રીદેવી સિસોદિયા, લીના ખેરિયા, ખુશી માસ્ટર અને અનાયા સિંઘીના પુસ્તકોની ચર્ચા અને વિખ્યાત વ્યક્તિઓ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

અન્ય સેશન્સમાં તાંઝાનિયા, હંગેરી, બાંગ્લાદેશ, મોરેશિયસ અને ભારતના યુવાનો સાહિત્ય અને ભવિષ્ય વિશે ચર્ચા કરશે.

મનોજ અગ્રવાલે, IAS (નિવૃત્ત) ફેસ્ટિવલઅને થીમના ફોકસ વિશે વાત કરી. તેમણે કહ્યું કે ઉત્સવનો ઉદ્દેશ્ય યુવાનો અને યુવા વયસ્કોને સર્જનાત્મકતા માટે પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાનો છે અને આ વિવિધ સત્રોના વિષયો અને આમંત્રિત વક્તાઓને પ્રતિબિંબિત કરે છે. આ ઉત્સવમાં કન્ટેન્ટ પ્રાથમિકતા છે. પ્રેક્ષકો અને સમાજ પર અસર કરવા માટે વિષયો અને થીમ્સનું સારી રીતે સંશોધન કરવામાં આવ્યું છે. આ આવૃત્તિની થીમ સાહિત્ય અને સામાજિક વિકાસ તે બધું જ કહે છે. તેમણે તેમના દિવંગત માર્ગદર્શક ડૉ. એસ.કે. નંદા IAS ને તેમની યાદમાં વિશેષ સેશનનું આયોજન કરીને શ્રદ્ધાંજલિ આપીને વારસાને ચાલુ રાખવા પર પણ ભાર મૂક્યો હતો.

Share This Article