પાલનપુર :પરપ્રાંતિય લોકો ઉપર હુમલાના બનાવ બાદ એક બાજુ વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. બીજી બાજુ સાવચેતીના પગલારુપે ઔદ્યોગિક એકમોને મજબૂત સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ૧૦૦થી વધુ ઇન્ડસ્ટ્રીય યુનિટોને વધારાની સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સાથે સાથે તમામ જગ્યાઓએ પેટ્રોલિંગની પ્રક્રિયા પણ તીવ્ર કરવામાં આવી છે. બિનગુજરાતી મજુરો ઉપર હુમલાઓને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સાબરકાંઠા સિરામીક ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ મણિભાઈ પટેલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળ્યા બાદ સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે. બીજી બાજુ ૧૭થી વધુ સિરામીક મેન્યુફેક્ચરિંગ યુનિટો જે સાબરકાંઠામાં છે ત્યાં પણ સુરક્ષા મજબૂત કરવામાં આવી રહી છે. જા કે, મોટાભાગના યુનિટોમાં છેલ્લા પાંચ-છ દિવસથી પ્રોડક્શન ઉપર માઠી અસર થઇ છે.
કારણ કે દહેશતમાં રહેલા મજુરો પૈકી ઘણા મજુરો હિજરત કરી ગયા છે જ્યારે મોટી સંખ્યામાં મજુરો ફરજ પર પહોંચી રહ્યા નથી. આશરે ૫થી ૬ યુનિટોને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા ઉપરાંત અમદાવાદ શહેરના નરોડા, નારોલ, વટવા જીઆઈડીસી, વિરાટનગર, કુબેરનગર, બાપુનગર સહિતના વિસ્તારોમાં આવેલા એકમોમાં ફરજ બજાવતા પરપ્રાંતિય લોકો પણ દહેશતમાં મુકાયેલા છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાંથી મોટી સંખ્યામાં વર્કરો પર ઠાકોર સમુદાયના લોકો દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. હિંમતનગર નજીક ૧૪ માસની બાળકી પર રેપની ઘટના બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ સંદર્ભમાં બિહારના ૨૦ વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત સિરામિક યુનિટમાં મોટાભાગે પરપ્રાંતિય લોકો કામ કરી રહ્યા છે. સિરામિક ઉદ્યોગ સાથે જાડાયેલા જાણકાર લોકોનું કહેવું છે કે, વર્કરોની અછત હવે જાવા મળી રહી છે. પ્રોડક્શન ઉપર માઠી અસર થઇ રહી છે.
ભયભીત થયેલા વર્કરોમાં વિશ્વાસ જગાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે છતાં વિશ્વાસ સંપૂર્ણપણે સ્થાપિત થયો નથી. મોટી સંખ્યામાં મજુરો તેમના વતનમાં પણ જતાં રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે ે, ઉત્તર ગુજરાતમાં સેંકડોની સંખ્યા વર્કરો જે કેમિકલ અને ફર્ટિલાઇઝર યુનિટોમાં નોકરી કરી રહ્યા છે તે લોકો હિજડરત કરી ચુક્યા છે અને ઘણા લોકો હજરત કરવાની તૈયારીમાં છે. સાબરકાંઠા જિલ્લામાં સિરામિક ઉદ્યોગમાં કામ કરતા ૩૦૦૦૦ વર્કરો પૈકી ૩૦ ટકાથી વધુ વર્કરો પરપ્રાંતિય હોવાની વિગત પહેલાથી જ સપાટી ઉપર આવી ચુકી છે. પાટણમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો રહે છે. અહીં મિરાગેટ વિસ્તારમાં સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. હુમલાઓના બનાવ બન્યા બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી બાજુ અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકોને આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે. પરપ્રાંતિયોમાં સુરક્ષા વધારવા પોલીસ ટીમ સક્રિય થઇ ગઇ છે. સાઇબર સેલ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. હિંસા ફેલાવવા માટે અનેકની ધરપકડ કરાઈ છે. અમદાવાદ શહેરમાં પણ કેટલાકની અટકાયત કરાઈ છે. સાબરમતી વિસ્તાર, સરદારનગર વિસ્તારમાં હિંસાના બનાવો બની ચુક્યા છે. વસ્ત્રાલ, વટવા, સરખેજ, સાંતેજ, નરોડા, ઓઢવ, મહેસાણામાં છેલ્લા કેટલાક દિવસથી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પરપ્રાંતિય મજુરો હુમલાના શિકાર થઇ ચુક્યા છે.