આજે આપણે ઈન્ડોનેશિયાની કેટલીક વાતો કરી ને પછી આગળ કોઈ બીજા દેશ વિષે જાણીશું. આજે કેટલીક અચરજ ભરી જગ્યાની મુલાકાત લઈએ. અનેક ટાપુઓમાં અતિ મહત્વ નો એક ટાપુ છે KOMODOISLAND અને તમને ખબરછે? એક પ્રાણીના નામ ઉપરથી આ ટાપુનું નામ રાખવામાં આવેલું છે. દુનિયાનું સૌથી મોટું જીવિત સરીસૃપ પ્રાણી KOMODODRAGON અહી રહે છે. આ એક પ્રકારની LIZARD લગભગ 10 ફૂટ લાંબી અને 1૦૦ કિલો વજન ધરાવતી હોય છે. તેને ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે અને સામાન્ય રીતે સુકાઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે. આ શિવાય AVANDEER, WATERBUFFALO, CIVETS, COCKATOO અને MACAQUES પ્રાણીઓ પણ અહી જોવા મળે છે.
હું… તો આ ટાપુ વિષે થોડું જાણીએ. અહી માત્ર 2000 લોકોની વસ્તી છે. જેમાં વધારે લોકો મુસ્લિમ છે. પણ થોડા ખ્રિસ્તી અને હિંદુ લોકો પણ રહેછે. આ ટાપુ ગોતાખોર માટે સૌથી પસંદગીનું સ્થળ છે. તેમાં પણ એક ખાસ વિશેષતાની વાત કરું તો અહીના સાગરતટ પર ગુલાબી રેતી જોવા મળે છે. દુનિયામાં માત્ર 7 જગ્યાએ જ આવો ગુલાબી રેતીનો બીચ જોવા મળે છે. આ કુદરતી અજાયબી જોવાનો લ્હાવો જરૂર લેજો.
કોમોડો ટાપુ ઉપર નો નેશનલ પાર્ક પણ જોવા જેવો છે. જે 1980 માં વ્યવસ્થિત આકાર પામ્યો. 1991માં ને UNESCO WORLD HERITAGESITE નું સ્થાન અપાયું . તેને કુદરતી 7 અજાયબીમાં સમેલ કરવામાં આવેલ છે. ત્યાના દરિયામાં પણ વિવિધ પ્રકારના દરિયાઈ જીવો જોવા મળે છે. ત્યાના દરિયામાં રંગ બેરંગી પરવાળાના ખડકો પણ જોવા મળે છે. આમ ત્યાનો દરિયો અતિ સમૃદ્ધ જળ જીવ સૃષ્ટિ ધરાવે છે.
તો ચાલો બીજી એક સરસ જગ્યાએ. તમારે જો દરિયાઈ જીવસૃષ્ટિ જોવી હોય ને તેમની સાથે થોડી ક્ષણો વિતાવવી હોય તો સ્નોર્ક્લીન્ગ કરવું પડે અને તેને માટે તમારે RAJAAMPAT ટાપુ ઉપર જવું જોઈએ. સખત પરવાળાના કડકો વાળા આ ટાપુ ઉપર માણસોની વસ્તી બહુ થોડી છે. અને તે લગભગ માછીમારી નો વ્યવસાય કરે છે. પણ અહીકુદરત મહેરબાન છે. સ્વિત્ઝરલેન્ડ ના TV પરથી એક ડોક્યુમેન્ટ્રી દેખાડવામાં આવી હતી ‘EDIESPARADIES’ જેમાં આ ટાપુની જળ સૃષ્ટિ દેખાડવમાં આવી છે. જેમાં લગભગ 50000 જેટલા જીવ ને ફિલ્માવ્યા છે. આ જગ્યા દુનિયાનો સૌથી મોટા‘CORALTRIANGLE’ તરીકે પ્રખ્યાત છે.
હવે જરા સુમાત્ર ટાપુ ના જંગલોમાં ડોકિયું કરી લઈએ . સુમાત્રાના ટાપુઓ ત્યાના મરી અને તેજાના માટે અતિ પ્રસિદ્ધ છે. પણ એક ખાસ પ્રકારના એપ – ઉરાંગઉટાંગમાટે પણ પ્રખ્યાત છે. ઉત્તર સુમાત્રાના જંગલોમાં તમે આ વાનરો ને નિહાળી શકો છો. આને માટે તમે BUKIT LAWANG ની મુલાકાતે જઈ શકો. આ જંગલોમાં ઝાડ ઉપરની હોટલો એટલેકે TREEHOUSE માં રહેવાનો નવો અનુભવ લઇ શકો. પર્યાવરણ પ્રેમી અને બેક્પેકાર્સ માં આ સ્થળ અતિ પ્રિય છે. આમ જરાવીવિધ અનુભવો લેવા માટે યુવાન વર્ગ તૈયાર થઈ જાઓ. અને કુદરત સાથે એકાકાર થઈ મજા માણો. ઇન્ડોનેશીયાની વાતો જરા વધારે લંબાઈ ગઈ હવે આવતા અંકોમાં આપણે અન્ય દેશની મુલાકાત લઈશું. ત્યાં સુધી વિરામ.