ઇન્ડિગોની મેગા ઓફર 12 લાખ લોકોને મળશે સસ્તી ટિકીટ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

પ્રાઇવેટ  એરલાઇન ઇન્ડિગો પોતાની 12મી એનીવર્સરી ખૂબ અલગ રીતે સેલિબ્રેટ કરવા જઇ રહી છે. ઇન્ડિગોની 12 લાખ સીટ સસ્તી થઇ જવાની છે. આ સેલની શરૂઆત મંગળવાર એટલે કે આજથી થઇ રહી છે. 10  જુલાઇથી 13 જુલાઇ સુધી તમે ઓછા રૂપિયામાં ટિકીટ ખરીદી શકશો.

ઇન્ડિગોની ટિકીટ 1212 રૂપિયાથી શરૂ થશે. બાકી ટિકીટ્સ પર પણ 25 ટકા સુધીની છુટ આપવામાં આવી છે. આ 12 લાખ સીટ 57 શહેરોમાં જવા માટે છે. આ સેલમાં બૂક કરેલી ટિકીટ ઉપર તમે 25 જુલાઇ 2018થી લઇને 30 માર્ચ 2018 સુધી પ્રવાસ કરી શકશો.

તે સિવાય પણ અલગ અલગ બેંકના કાર્ડથી પે કરવા પર તમને કેશબેક પણ મળશે. આજકાલ લોકો ટ્રેન  કરતા ફ્લાઇટમાં સફર કરતા હોય છે. તેનુ કારણ છે કે ટ્રેનના ટુ ટિયર  અને 3 ટિયરના ભાડા કરતા ફ્લાઇટના ફેર ઓછા હોય છે. થોડા થોડા સમયાંતરે એરલાઇન ઓફર આપતી રહે છે. તો તમે પણ જલ્દી ઇન્ડિગોના સેલનો લાભ ઉઠાવી લો.

Share This Article