અમદાવાદમાં યોજાશે ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદમાં 2024નું ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન 8મી ડિસેમ્બર 2024ના રોજ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. BRDS ડિઝાઇન પ્રદર્શન 2024 – કલાકૃતિઓનું પ્રદર્શન, 3D મોડલ્સ અને પેઈન્ટિંગ્સ ડિઝાઇન પ્રદર્શન 2024, અમદાવાદનો ગ્રાન્ડ ફિનાલે 8મી ડિસેમ્બર 2024ના રોજ શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટર, એસપી રિંગ રોડ, અમદાવાદ ખાતે યોજાશે

દર વર્ષે, આ પ્રદર્શનનું આયોજન ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા ભારતના 12 શહેરોમાં કરવામાં આવશે. જેમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ, નાસિક, પુણે, લખનૌ, જયપુર, હૈદરાબાદ, કોલકાતા, નાગપુર અને ભોપાલનો સમાવેશ થાય છે.

ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) એ એક પ્રીમિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર પ્રવેશ કોચિંગ સંસ્થા છે જે ભારતમાં 87 થી વધુ કેન્દ્રો ધરાવે છે. સંસ્થા છેલ્લા 19 વર્ષથી ભારત અને વિદેશમાં અગ્રણી ડિઝાઇન, આર્કિટેક્ચર અને ફાઇન આર્ટસ કોલેજોમાં પ્રવેશ લેવા માટે 8000 થી વધુ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહી છે.

Share This Article