ભારતની સૌપ્રથમ રીન્યુએબલ ઈંધણ કંપની માય ઈકો એનર્જી (એમઈઈ)એ આજે ગુજરાત રાજ્યમાં તેના 3 ઈંધણ સ્ટેશન્સ પરથી ઈંધણનું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે. એમઈઈએ હવે ગુજરાતમાં અસોજ (વડોદરા), ભાટિયા (દ્વારકા) અને કામરેજ (સુરત)માં 3 ઈંધણ સ્ટેશન્સ કાર્યાન્વિત કર્યા છે. આ ઈંધણ સ્ટેશન્સ સંપૂર્ણપણે ડિજિટાઈઝ્ડ છે, જે ગુણવત્તા અને જથ્થાની સંપૂર્ણ ખાતરી આપે છે, તે કેશલેસ છે અને સ્વ-સેવાની સુવિધા પૂરી પાડે છે. આ આઉટલેટ્સ એમઈઈના વ્યાપકક ઈંધણ સ્ટેશન નેટવર્કનો ભાગ છે, જે ગુજરાત અને સમગ્ર ભારતમાં મહત્વના સ્થળો પર ડિઝલના ગ્રાહકોને ઈન્ડિઝેલનું વેચાણ કરે છે.
ઈન્ડિઝેલ ડીઝલ એન્જિનો માટેનું વિશિષ્ટ પ્રકારનું સૌપ્રથમ ડ્રોપ-ઈન નવીનતમ ઈંધણ છે, જે બીન-અશ્મીજન્ય મટીરીયલમાંથી બનેલું છે. ઈન્ડિઝેલ ડિઝલ એન્જિન્સ માટે ભારતમાં ઉપલબ્ધ સૌથી અસરકારક અને સૌથી સ્વચ્છ ઈંધણ પણ છે. તે પાવર, પરફોર્મન્સ, માઈલેજ, ઈકોનોમી અને એમિશન્સમાં પરંપરાગત અને બધા જ પ્રીમિયમ ડીઝલ ઈંધણો કરતાં વધુ સારું છે. કોઈ પણ ડીઝલ વાહનમાં એન્જિનમાં કોઈ પણ ફેરફાર વગર ઇન્ડિઝેલનો ઉપયોગ કરી શકાય છે. તે માત્ર એન્જિન ઉત્પાદકોની ઇચ્છિત ઇંધણ ગુણવત્તાના ધોરણો જેમ કે યુરોપીયન EN 590, ભારતીય બીઆઈએસ 1461 / બીએસ 6 અને યુરો 6 જેવા ઉત્સર્જન ધોરણો પૂરા જ નથી કરતું પરંતુ તેનાથી પણ વધુ સારું પરફોર્મ કરે છે.
ઈન્ડીઝેલ હવે ગુજરાતમાં અસોજ (વડોદરા), ભાટિયા (દ્વારકા) અને કામરેજ (સુરત)માં એમઈઈના ઈંધણ સ્ટેશનો પર ઉપલબ્ધ બનશે. દેશમાં એમઈઈ ઈંધણ સ્ટેશનો અજોડ છે, કારણ કે તે વપરાશકારને સંપૂર્ણ નિયંત્રણ અને સાનુકૂળતા પૂરી પાડે છે. અહીં ગ્રાહકોને સંપૂર્ણપણે ઓટોમેટે ફ્યુઅલિંગ અનુભવ મળે છે અને અહીં એન્ડ ટુ એન્ડ ઓટોમેશનના કારણે છેલ્લા ટીપા સુધીની ગણતરી કરવામાં આવે છે. અહીં એમઈઈ વોલેટ એપ મારફત જથ્થા તેમજ ગુણવત્તાની ખાતરી, વ્યક્તિગત અને અગ્રતાપૂર્ણ સેવાઓ અને વપરાશકાર નિયંત્રણની સુવિધા મળે છે, જે ગ્રાહકોને ઈંધણ ભરવા, બિલિંગ ટ્રેક કરવા અને ફોનનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે, જેથી ઈંધણમાં ભેળસેળ અને ચેડાંની બધી જ સંભાવનાઓ દૂર થઈ જાય છે.
મે 2018માં બાયોફ્યુઅલ્સ પર રાષ્ટ્રીય નીતિમાં તાજા સુધારા મુજબ ઈન્ડિઝેલ ડીઝલ એન્જિન્સ માટે ડ્રોપ-ઈન ઈંધણની કેટેગરી હેઠળ આવે છે. તેથી ઈન્ડિઝેલ જીએસટી રજિસ્ટર્ડ ગ્રાહકો માટે 12 ટકાના જીએસટી લાભ સાથે આવે છે, જેથી તેઓ પ્રતિ લીટર રૂ. 9 સુધીની બચત કરી શકે છે. જોકે, બધા જ ગ્રાહકો માટે ઈન્ડિઝેલ પ્રારંભિક ઓફર તરીકે બજારના સામાન્ય ડીઝલ કરતાં રૂ. 3/-ની ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
એમઈઈ આગામી કેટલાક મહિનામાં ગુજરાતમાં અંકલેશ્વર, બાબર, બાયડ, ડાસા, ધોળકા, ઈડર, માલવણ, મહેસાણા અને પાલનપુરમાં વધુ 9 ઈંધણ સ્ટેશન્સ શરૂ કરશે અને રાજ્યના ધોરીમાર્ગો અને શહેરોમાં ઈન્ડિઝેલ પૂરું પાડશે.