ભારતીય રેલવેમાં નોકરી કરી રહેલા ૧૩ હજાર કર્મચારીઓને નિલંબિત કરવામાં આવી શકે છે. આ તમામ કર્મચારીઓ લાંબા સમયથી બિનસત્તાવાર રીતે ગેરહાજર રહેતા હતા. તેથી આવા કર્મચારીઓને નોકરી પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મંત્રાલયના સંગઠનને પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા માટે અને નિષ્ઠાવાન તથા મહેનતૂ કર્મચારીઓનું મનોબળ વધારવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી આ અભિયાનનો એક ભાગ છે તેમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું.