ગાંધીનગરઃ ભારતીય પબ્લિક સર્વિસ કર્મચારી યુનિયન દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. ભારતીય પબ્લિક સર્વિસ કર્મચારી યુનિયન દ્વારા કર્મચારીઓની સમસ્યાને લઇને રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતની ચર્ચા દિલ્લી ખાતે મળેલ બેઠકમાં સચિવ નૃપેન્દ્ર મિશ્રા, પી કે સિન્હા સાથે યુનિયનના પ્રતિનિધિ મંડળે કરી હતી.
આ પ્રતિનિધિ મંડળે જૂની પેન્શન શરૂ કરવા, આઉટ સોર્સિંગના કર્મચારીઓ માટે યોગ્ય નિતી રચવા સહિતના અનેક મુદ્દા પર કેબિનેટ મંત્રી રાજનાથસિંહ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ વિશે જણાવતાંભારતીય પબ્લિક સર્વિસ કર્મચારી યુનિયનના ઉપપ્રમુખ વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું કે રાજનાથ સિંહ સાથે બેઠક યોજાઇ હતી અ કેબિનેટમાં સુધારા સાથે રજૂ કરી યુનિયનની માંગણી સંતોષવામાં આવશે. તે સિવાય અનેક મુદ્દા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય પબ્લિક સર્વિસ કર્મચારી યુનિયન દ્વારા ભારત સરકારના મંત્રીમંડળના સચિવ પી.કે. સિન્હા સમક્ષ માંગ કરાયેલી બાબતોઃ
- તમામ વર્ગોના કર્મચારીયોની સેવા નિવૃત્તિ વય ૬૦ વર્ષથી વધારી ૬૨ વર્ષ કરવામાં આવે.
- તમામ સરકાર સંચાલિત સંગઠનોના કર્મચારીયોના પાછલા વર્ષોના બોનસની ચૂંકવણી કરવામાં આવે.
- જે સરકાર સંચાલિત સંગઠનોના કાર્યરત તથા સેવા નિવૃત્ત કર્મચારીયોને અત્યાર સુધી સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી તેઓને તરત જ સાતમાં પગાર પગાર પંચનો લાભ આપવામાં આવે.
- ૭માં પગાર પંચ અંતર્ગત તમામ કર્મચારીયોના વેતન નિર્ધારણ એકસામન ફેક્ટર ૨.૮૧થી કરવામાં આવે.
- નવી પેન્શન નીતિ સમાપ્ત કરી જૂની પેન્શન પ્રણાલીને બહાલી આપવામાં આવે.
- વર્તમાનમાં ઇન્કમ ટેક્ષ છૂટની સીમા ૭ લાખની કરવામાં આવે.
- દેશભરના તમામ પબ્લિક સર્વિસ એમ્લોઇઝના પાગર નિર્ધારણ હેતુ રાષ્ટ્રીય વેતન કમિશનની રચના કરવામાં આવે.
- વર્તમાનમાં પરોક્ષ અને પ્રત્યક્ષ કરાર કે કેઝ્યુઅલ કે મસ્ટરરોલ વગેરે. પર કામ કરી રહેલા કર્મચારીયોને સ્થાયી કરનામાં આવે તથા ભવિષ્યમાં આ રીતે ભરતી કરવામાં આવે નહિં.
- દેશભરમાં પબ્લિક સર્વિસ એમ્પલોઝ માટે વ્યાપક સ્વાસ્થ્ય યોજના બનાવવામાં આવે.
- તમામ પબ્લિક સર્વિસ એમ્પલોઇઝની સમસ્યાઓના નિવારણ માટે એક રાષ્ટ્રીય નિતી બનાવવામાં આવે.
- તમામ પબ્લિક સર્વિસ એમ્પલોઇઝને ટ્રેડ યૂનિયન સહિત સમગ્ર રાજનિતીક અધિકાર આપવામાં આવે.
- તમામ વર્ગોમાં સ્થાયી નીમણુંક કરવામાં આવે.
- આંગણવાડી વર્કર્સ તથા હેલ્પર્સને ન્યૂનતમ વેતનમાન તથા સ્થાયી કર્મચારીનો હોદ્દો આપવામાં આવે.
- તમામ કર્ચારીયોની દર ૭ વર્ષે બઢતી સુનિશ્ચિત કરવામાં આવે.