ભારતીય હિન્દુ યુવતીને પાકિસ્તાની સૂફી સાથે પ્રેમ….

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અંજલી ચક્રાએ તેની સૂફી મલિક સાથે પોતાની પ્રેમ કહાની જાહેર કરી દીધી છે. જણાવી દઈએ કે અંજલી અને સૂફી પહેલી વાર એક વાયરલ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવ્યા હતા. અંજલી મૂળ ભારતની રહેવાસી હિંદુ છોકરી છે અને સૂફી મૂળ પાકિસ્તાની મુસ્લિમ છે. અંજલી ચક્રાએ જણાવ્યું હતું કે તેની સમલૈંગિકતા જાહેર કરતાં જ તેને વધુ પ્રસિદ્ધિ મળવા લાગી. કેટલાય મહિનાઓ સુધી પોતાના પાર્ટનરને પ્રાઈવેટમાં ડેટિંગ કર્યા પછી તેણીએ પોતાના સબંધનો જાહેરમાં સ્વીકારી તેના વિશે ખુલીને વાત કરવાનો ર્નિણય લીધો છે. અંજલી ચક્રાએ કહ્યું કે જ્યારે મેં મારી પાર્ટનર સાથે ફોટો પોસ્ટ કરવાના શરૂ કર્યાં, ત્યારે અમારા ફોલોઅર ખૂબ ઝડપથી વધવા લાગ્યા.

રીલેશનશીપ વિશે ખુલાસો કર્યા બાદ મેં પેહલો ફોટો કાપેલા વાળમાં મૂક્યો હતો. આ હેરકટને હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ ‘બાઈસેક્સ્યુઅલ બૉબ’ કહીએ છીએ. કારણકે અમે જોયું હતું કે બાઈસેક્સ્યુઅલ લોકો પોતાની ઓળખ જાહેર કરવા માટે આ રીતના જ હેરક્ટ કરાવે છે. અંજલિ ચક્રા કહે છે – મને લાગ્યું કે મારે મારો લુક ચેન્જ કરવો જોઈએ જેથી હું ‘ગે લુક’માં દેખાઉં. જોકે પછી મને શીખવા મળ્યું કે LGBTQ કમ્યુનિટીના લોકોની જેમ દેખાવાની કોઈ ખાસ રીત નથી. હું મારા દેખાવ સાથે વધુને વધુ પ્રયોગો કરવા માંગુ છું. અંજલી ચક્રાએ કહ્યું હતું કે ના અમે કે કોઈ બીજું અમને એ ફીલ કરાવી શકે છે કે દેખાવના કારણે અમે આ અદભૂત દુનિયાના અન્ય લોકો કરતાં અલગ છીએ.

જણાવી દઈએ કે અંજલી ચક્રા અને સૂફી મલિક અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તેઓએ તેમની પ્રથમ મુલાકાત અને પ્રેમ વિશે એક વિડીયો દ્વારા જણાવ્યું હતું. અંજલી અને સૂફી માલિકની પ્રથમ મુલાકાત ન્યુયોર્કમાં થઈ હતી. તે બંને એકબીજા સાથે સમય વિતાવવા લાગ્યા. તે પછી અંજલીએ સૂફીને પોતાના ઘરે બોલાવી. ઘરે ગેટ ટુ ગેધર દરમિયાન સૂફીએ અંજલિને કિસ કરી દીધી. તે પછી તેઓ એકબીજાને સતત મળવા લાગ્યા. એ બંનેનો સંબંધ ગાઢ બનતો ગયો. ત્યારે અંજલી કેલિફોર્નિયા રહેતી હતી અને સૂફી ન્યુયોર્ક રહેતી હતી. અંજલીએ કહ્યું કે બોયફ્રેન્ડ સાથે બ્રેક અપ થયા બાદ તે સૂફી સાથે વાતચીત કરવા લાગી હતી. તેને સૂફી ખૂબ પસંદ હતી. ઈન્સ્ટાગ્રામ પર તે સૂફીને ફોલો કરતી હતી. તેને ઈન્સ્ટાગ્રામ દ્વારા જ ખબર પડી કે સૂફી બાઈસેક્સ્યુઅલ છે. તે પછી તેને સૂફીને મળવાનો પ્લાન બનાવ્યો. કેટલીક મુલાકાતો બાદ અંજલીએ સૂફીને પ્રપોઝ કર્યું હતું. એ પછી તે બંને એ એક ફોટોશૂટ કરવ્યું જેની ખૂબ ચર્ચા થઈ હતી. અંજલી અને સૂફી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. બંનેને ઈન્સ્ટાગ્રામ પર લગભગ ૨ લાખ લોકો ફોલો કરે છે.

Share This Article