ગાંધીનગર : આરામદાયક, અસરકારક અને ટકાઉ વાતાવરણ સર્જવામાં વિશ્વની અગ્રણી કંપની ઈન્ગરસોલ રેન્ડે ગાંધીનગરમાં ૯મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯માં ભાગ લીધો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરાયું હતું અને તેમણે વિવિધ ઉદ્યોગો, અગ્રણી પોલિસી મેકર્સ, થિંક ટેંક્સ વગેરેની ભાગીદારી નિહાળી હતી. ‘શેપિંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ સાથે આ સમિટ ભારતમાં ગુજરાતની મેન્યુફેક્ચરિંગ લિડરશિપનો લાભ લેવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે અને તેનો આશય ગુજરાતને વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતના આર્થિક અને સામાજિક રીતે સૌથી વધુ વિકસિત રાજ્ય બનાવવાનો છે.
ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયા લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમર કૌલને ગુજરાત સરકારે આ સમિટના ‘મેક ઈન ઈન્ડિયા હેઠળ ઔદ્યોગિક કોરીડોર્સ, ઔદ્યોગિક પાર્ક્સ અને ઈન્ડસ્ટ્રી ૪.૦’ સત્ર અંગે પેનલ ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ ચર્ચાસત્રમાં નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત, ઈન્વેસ્ટ ઈન્ડિયાના એમડી અને સીઈઓ દીપક બગલા, ઈમર્સનના પ્રેસિડેન્ટ અને ઈમર્સન ઓટોમેશન સોલ્યુશન્સના ચેરમેન માઈકલ ટ્રેન જેવા અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
આ પ્રસંગે ઈન્ગરસોલ રેન્ડ ઈન્ડિયા લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અમર કૌલે જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં વાયબ્રન્ટ ગુજરાત જેવી વિઝનરી ઈવેન્ટનો ભાગ બનતાં અમને ખૂબ જ આનંદ થાય છે. ગુજરાત સાથે ઈન્ગરસોલ રેન્ડનું જોડાણ ૫૦થી વધુ વર્ષો જૂનું છે. અમારા અગ્રણી ઉત્પાદનોમાંથી એકે અમદાવાદના નરોડામાં ૧૯૬૫માં કામગીરી શરૂ કરી છે. આ ઉત્પાદન એકમ વિશ્વમાં સૌથી જૂના એકમોમાંનું એક છે. ત્યારથી અમારા વ્યૂહાત્મક રોકાણે આ એકમને અત્યાધુનિક ઉત્પાદન એકમમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી છે, અને આ એકમ ભારતમાંથી સ્થાનિક અને વૈશ્વિક બજારોને સેવા આપતા ટેક્નોલોજીકલ સંશોધન અને ઉત્પાદનો વિકસાવે છે. ઈન્ગરસોલ રેન્ડ માટે ભારત એક મહત્વનું બજાર છે અને અમે દેશમાં અવિરત અને ઊર્જા કાર્યક્ષમ સોલ્યુશન્સ પૂરા પાડવા માટે ગુજરાત રાજ્યમાં અમારી સફળતાની ગાથાને લંબાવવાનું ચાલુ રાખીશું.’
પેનલ ચર્ચા દરમિયાન અમરે વધુમાં જણાવ્યું હતું કે, ‘ભારત સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ઉત્પાદન અર્થતંત્ર બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે, કારણ કે ઈન્ડસ્ટ્રી ૪.૦ ઉત્પાદન ક્ષેત્રમાં પરિવર્તન લાવી રહ્યું છે. ઈન્ડસ્ટ્રી ૪.૦ સ્પર્ધાત્મક્તા ખુલ્લી કરવાની, ઉત્પાદક્તા સુધારવાની, જવાબદારી અને ગ્રાહક સંતોષની બાબતની વૈશ્વિક ચાવી છે અને ભારતે વૈશ્વિક ઉત્પાદન હબ બનવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે તેને અપનાવવું જોઈએ.’
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જેની શરૂઆત વર્ષ ૨૦૦૩માં થઈ હતી, તે દેશમાં સૌથી મહત્વની આંતરરાષ્ટ્રીય બિઝનેસ ઈવેન્ટ્સમાંની એક તરીકે સ્થાપિત થઈ ગઈ છે. આ વિશિષ્ટ દ્વિવાર્ષિક સમિટ આજે નવીન વિચારો અને જ્ઞાનના આદાન-પ્રદાન, નેટર્વકિંગ, બિઝનેસ તકો વધારવા અને સહકાર તથા ભાગીદારીના કરારો કરવા માટેનું એક અજોડ મંચ બની ગયું છે જ્યારે વર્તમાન વૈશ્વિક પડકારોમાંથી કેટલાક દૂર કરવા માટે નીતિવિષયક એજન્ડા પણ અહીં તૈયાર થાય છે.