ઇન્ડિયા કોલોની ઉમિયા પરિવાર દ્વારા માઁ ઉમિયાના દિવ્યરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

 અમદાવાદ : ઉમિયા ફાઉન્ડેશન દ્વારા દ્વારા જગત જનની માઁ ઉમિયાના દિવ્યરથના પરિભ્રમણનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ યાત્રાના ભાગરૂપે માઁ ઉમિયાનો દિવ્ય રથ તારીખ 16 અને 17 ડિસેમ્બર, 2018 દરમિયાન અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પરિભ્રમણ કરવાનો છે.

bapunagar umiyarath e1545038173687

આ યાત્રાના ભાગરૂપે ગઇકાલે રવિવારના રોજ દિવ્ય રથમાં સવાર માઁ ઉમિયાએ બાપુનગર વિસ્તારમાં પધરામણી કરી હતી. જગત જનનની માઁ ઉમિયાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે બાપુનગરવાસીઓએ સમગ્ર વિસ્તારને શણગારી ભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું. આ વિસ્તારની તમામ શેરીઓ, રસ્તાઓ અને સોસાયટીઓ રોશનીથી ઝળહળી ઉઠી હતી. દિવ્ય રથના માર્ગને ફૂલડા અને રંગોળીથી શુશોભિત કરવામાં આવ્યા હતો.

rangoli

bapunagar rangoli e1545039128708

દિવ્ય રથ પર સવાર માઁ ઉમિયાની સવારીનું આગમન થતાં જ તમામ વાતાવરણ માઁ ઉમિયાના જયકારા સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંગીતના તાલ સાથે ઝૂમતા ભક્તોએ માતાજીના ભાવભીનું સ્વાગત કર્યું હતું.

ઇચ્છા મૃત્યુ ધરાવતા ભીષ્મ પિતામહનું મૃત્યુનું કારણ વિધાતાએ કેવી રીતે કર્યું હતુ નક્કી?

Share This Article