વાંચક મિત્રો તરફથી સ્વાતંત્ર પર્વ વિશેષ શ્રેણીને ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડ્યો, વાંચકો એ આ શ્રેણીને પ્રોત્સાહિત પણ કરી. ખબરપત્રી ટીમ તથા પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે આપ સૌ વાંચક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને આગામી દિવસોમાં આ પ્રકારની અન્ય શ્રેણીની રજૂઆતમાં પણ આ જ સહાકર મળી રહે તેવી અપેક્ષા સાથે વંદે માતરમ્…
તો આપણા દેશ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે ખબરપત્રી પર વિશેષ રજૂ થઇ રહેલી આ સ્વાતંત્ર્ય પર્વ વિશેષ શ્રેણીના અંતિમ ભાગ-5ને માણીયે.
આ શ્રેણીનું સંકલન અને લેખન વડોદરાના રહેવાસી જાણીતા લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા કરવામાં આવ્યું છે.
૧૧) રાષ્ટ્રીય ફળ :-કેરી
આંબાના ઝાડ પર થતી કેરી ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આંબાના પાન તથા કેરીનું ધાર્મિક પૂજનમાં ખૂબ મહત્વ છે.
ભારતમાં જોવા મળતી કેરીની કેટલીક જાતો.
- કેસર
- હાફુસ
- કાગડા
- લંગડો
- રાજાપૂરી
- તોતાપૂરી
- દશેરી
- પાયરી
- સરદાર
- નીલમ
- આમ્રપાલી
- બેગમપલ્લી
- વનરાજ
- નિલ્ફાન્સો
- જમાદાર
- મલ્લિકા
- રત્ના
- સિંધુ
- બદામ
- નિલેશ
- નિલેશાન
- નિલેશ્વરી
- વસી બદામી
- દાડમીયો
૧૨) રાષ્ટ્રીય મીઠાઈ:- જલેબી
જલેબી એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં જેમકે ભારત પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાં પ્રસિદ્ધ છે. આને મળતી આવતી વાનગી ઈમરતી છે, જે લાલાશ પડતી હોય છે અને વધુ મીઠી હોય છે, જે ઉત્તર પ્રદેશમાં મળે છે. ઉડિસા (ઓરિસ્સા)માં મળતી છેના જલેબી તરીકે ઓળખાય છે. ભારતમાં આ ઉત્સવોની મિઠાઈ તરીકે ઓળખાય છે અને ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જેમ કે સ્વાતંત્ર્ય દિવસે કે ગણતંત્ર દિવસે સરકારી કાર્યાલય અને સંરક્ષણ કે અન્ય કાર્યાલયમાં આ ખવાય છે.
આ વાનગીનો પહેલો લીપી બદ્ધ ઉલ્લેખ ૧૩મી સદીમાં મુહમ્મદ બીન હસન અલ્-બગદાદી દ્વારા રચિત રાંધણ પુસ્તકમાં મળે છે. (જોકે યહુદી લોકો તે પહેલાં પણ આ વાનગી ખાતા આવ્યાં છે). ઈરાનમાં આ ઝ્લેબિયા તરીકે ઓળખાય છે અને રમજાનના મહીનામાં ગરીબોને દાનમાં અપાય છે. આ વાનગી મોગલ શાસન કાળ દરમ્યાન થયેલા સાં સ઼્ર્તિક ભેળમાં ભારત આવી હોવાનું મનાય છે અને ઝ અક્ષર ભારતીય ભાષામાંથી જ એ લીધો છે. ભારતીય સાહિત્યમાં આનો સૌ પ્રથમ ઉલ્લેખ ૧૪૫૦માં જીનસુરા રચિત જૈન રચના – પ્રિયમકર્ણર્પપકથામાં મળી આવે છે. આ પુસ્તકનો ઉલ્લેખ – સંદર્ભ ત્યાર બાદના રાંધણ પુસ્તકોમાં મળી આવે છે. ૧૭મી સદીના રઘઘુનાથ દ્વારા રચિત પાકશાસ્ત્ર પુસ્તક ભોજન-કુતુહલમાં પણ ઉપરના સંદર્ભનો ઉલ્લેખ છે. આની ઉપરથી એમ પાકી રીતે કહી શકાય કે કમ સે કમ છેલ્લાં ૫૦૦ વર્ષોથી જલેબી ભારતીય ઉપ મહાદ્વીપમાં અસ્તિત્વ ધરાવે છે.
પર્શિયન ભાષામાં જલેબી માટે શબ્દ છે “ઝુલ્બીયા”, ઈજીપ્ત, લેબેનાન અને સિરિયામાં આને ઝલાબીયા કહે છે. માલદીવ્સમાં આને “ઝીલેબી” કહે છે. નેપાળમાં આને જેરી કહે છે જે જીંગરી અને મોગલ શાસક જાહાંગીર પરથી ઉતરી આવ્યો છે. મોરોક્કો, અલ્જીરિયા અને ટ્યુનિશિયામાં આને ઝેલ્બીયા કે ઝ્લાબીયા કહે છે.
૧૩) રાષ્ટ્રીય ખેલ : હોકી
ભારત તેની સોનેરી ગાથાની શરૂઆત કરવા માટે ઓલિમ્પિકમાં દાખલ થયું તેથી ભારતીય હોકી સંઘના ઈતિહાસની શરૂઆત થઈ. ભારતીય હોકી સંઘે ૧૯૨૭માં વૈશ્વિક જોડાણ પ્રાપ્ત કરી આંતર્રાષ્ટ્રીય હોકી સંઘની સાથે જોડાયા હતા. ત્યારથી ૧૯૫૬ સુધીનો આપણો હોકીની રમતમાં સુવર્ણકાળ રહ્યો છે. જેમાં આપણે છ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકો તથા બે ચાંદીના ચંદ્રકો જીત્યા છે.
ભારતની સ્વતંત્રતા પછી; ભારતીય ટીમે 1948ના લંડન ઓલિમ્પિક્સ,1952 હેલ્સીન્કી ગેમ્સ અને મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સોનાના ચંદ્રકોની બીજી લગાતાર ત્રણ સફળતાઓ હાંસલ કરી હતી.
૧૪) રાષ્ટ્રીય લિપિ :-દેવનાગરી
દેવનાગરી એક લિપિ છે. સંસ્કૃત દેવનાગરી લિપિમાં લખાતી આવી છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માંથી જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે.
આપણા દેશના પ્રાણીસૃષ્ટિના પ્રતીકો
રાષ્ટ્રીય પ્રાણી (ઈ.સ. ૧૯૭૨થી વર્તમાનનું) : બંગાળનો વાઘ
પૂર્વેનું રાષ્ટ્રીય પ્રાણી (ઈ.સ. ૧૯૭૨ સુધી) : સિંહ |
રાષ્ટ્રીય પક્ષી : મોર |
રાષ્ટ્રીય જળચર પ્રાણી : ગંગા નદીની ડોલ્ફિન |
રાષ્ટ્રીય સરીસૃપ પ્રાણી : કિંગ કોબ્રા |
રાષ્ટ્રીય ઉભયજીવી પ્રાણી : જાંબલી દેડકા |
રાષ્ટ્રીય ધરોહર પ્રાણી: હાથી |
રાષ્ટ્રીય ધરોહર પક્ષી : ગરુડ |
રાષ્ટ્રીય જલીય સરીસૃપ પ્રાણી : ઘરીયાલ |
રાષ્ટ્રીય જલીય પક્ષી : કલકલિયો |
રાષ્ટ્રીય ભૂમિ પક્ષી : ઘોરાડ |
રાષ્ટ્રીય ધરોહર સસ્તન પ્રાણી: ભૂખરા લંગુર |
આ સિવાય….
- રાષ્ટ્રીય સુચનાપત્ર :- શ્વેત પત્ર
- રાષ્ટ્રીય વિદેશનીતિ :- ગુટ નિરપેક્ષ
- રાષ્ટ્રીય મુદ્રાલેખ :- સત્યમેવ જયતે
- રાષ્ટ્રીય પુરસ્કાર :- ભારત રત્ન
- રાષ્ટ્રીય ધર્મ :- ધર્મ નિરપેક્ષતા
- રાષ્ટ્રીય ગ્રંથ :- શ્રીમદ્ ભગવદગીતા
- રાષ્ટ્રીય મંત્ર :- ઓમ
- રાષ્ટ્રીય યોજના :- પંચવર્ષીય યોજના
સમાપ્ત
સંકલન તથા લેખનઃ
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ}
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}