ઇન્કમટેક્સ ફાઇલિંગ સમય મર્યાદામાં કોઇ ફેરફારો નથી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી : ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આજે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવા માટેની મહેતલને લંબાવવાના સંદર્ભમાં સોશિયલ મિડિયા ઉપર ફરતા થયેલા આદેશને લઇને સ્પષ્ટતા કરી હતી. આ સરક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે, ટેક્સ વિભાગે આઈટીઆર દાખલ કરવા માટેની અવધિને ૩૧મી ઓગસ્ટ ૨૦૧૯થી વધારીને ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૯ કરી દેવામાં આવી છે. કરદાતાઓ જુદા જુદા કારણોસર સમય પર ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે જેથી મર્યાદાને વધારવામાં આવી છે. ફોર્મ-૧૬ના ઇશ્યુ માટેની ડ્યુ ડેટને લંબાવવા માટેની વાત પણ કરવામાં આવી રહી હતી. જો કે, આઈટી વિભાગ દ્વારા આજે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સોશિયલ મિડિયા ઉપર સરક્યુલેટ કરવામાં આવેલા ઓર્ડરમાં કોઇ પ્રમાણિક સ્થિતિ નથી.

૩૧મી ઓગસ્ટ ટેક્સ રિટર્નની અંતિમ તારીખ છે. આઈટી વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, સીબીડીટીને એવી નોટિસ ધ્યાનમાં આવી હતી કે, સોશિયલ મિડિયા ઉપર સરક્યુલેટ એક ઓર્ડરમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આઈટી રિટર્ન દાખલ કરવા માટે તારીખ લંબાવવાની વાત આ સરક્યુલરમાં કરવામાં આવી રહી હતી. આમા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, સોશિયલ મિડિયા પર રહેલો ઓર્ડર પ્રમાણિક નથી.

સાથે સાથે કરદાતાઓ પણ સાવચેતીપૂર્વકનું વલણ અપનાવે તે જરૂરી છે. રિટર્ન દાખલ કરવા માટેની સલાહ કરદાતાઓને આપવામાં આવી છે. આઈટી વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ૩૧મી ઓગસ્ટની તારીખ આઈટી રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ છે જેથી કોઇપણ પ્રકારની દુવિધા રાખવાની જરૂર નથી. સોશિયલ મિડિયા પરનો સરક્યુલર ખોટો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા ૨૦૧૮-૧૯ માટે આઈટીઆર ફાઇલ માટેની મહેતલ ૩૧મી ઓગસ્ટ કરી હતી.

Share This Article