અમદાવાદમાં ગુજરાતની પ્રથમ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ પ્રાઇવેટ આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ હોસ્પિટલનું ઉદ્ઘાટન

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ હોસ્પિટલનું અમદાવાદ ખાતે રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ડિવાઇન આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ હોસ્પિટલ જે ૧૦,૦૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે તે અમદાવાદના આયુર્વેદ ડોક્ટરોના ગ્રૂપની એક અનોખી પહેલ છે.

આ હોસ્પિટલનું  ઉદ્ઘાટન રાષ્ટ્રીય આયુર્વેદ ગુરુ અને શિરડીના વરિષ્ઠ પંચકર્મ કન્સલ્ટન્ટ ડૉ. રામદાસ આહાડના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમણે અંદાજે ૫૦૦૦ ડૉક્ટરોને તાલીમ આપી છે અને આયુર્વેદ અને પંચકર્મમાં સર્વોચ્ચ પુરસ્કારો મેળવ્યા છે.

આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ડિસઓર્ડર અને ઓબેસિટી નિષ્ણાત ડૉ ચિરાગ રાવલે કહ્યું કે, અમદાવાદ ખાતે પ્રથમ આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ.આ હોસ્પિટલ આયુર્વેદને લગતી તમામ માટે સેવાઓ ઉપલબ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે , ડૉ નિમેશ પટેલ અને ડૉ.દિવ્યરાજ રાઠોડની સાથે મળીને ડિવાઇન આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ હોસ્પિટલની સ્થાપના કરી છે.

આ હોસ્પિટલમાં પાંચ પંચકર્મ રૂમ, બે શિરોધારા રૂમ અને એક સર્વાંગધારા રૂમ ઉપરાંત ત્રણ સુપર ડીલક્સ રૂમ અને બે ડીલક્સ રૂમ, એક જનરલ વોર્ડ અને એક ઓપરેશન થિયેટર ઉપ્લબ્ધ છે.  દર્દીઓને ઘરે યોગ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ હોસ્પિટલમાં એક રસોડું પણ છે જ્યાં ડાયેટિશિયન દ્વારા સૂચવ્યા મુજબ દર્દીઓ માટે વિશેષ ભોજન તૈયાર કરવામાં આવશે.  હોસ્પિટલે કેરળમાંથી પાંચ પુરુષ અને પાંચ મહિલા પ્રશિક્ષિત અને અનુભવી ચિકિત્સકોની નિમણૂક પણ  કરી છે.

આ હોસ્પિટલ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, ચયાપચયની વિકૃતિઓ, પાચનની બિમારીઓ, તણાવ, ગેસ્ટ્રિક રોગો, ઓર્થોપેડિક બિમારીઓ, કેન્સર તેમજ ત્વચા અને વાળને લગતી બિમારીઓ સહિતની સારવાર પૂરી પાડશે.  હોસ્પિટલે બોડી પ્રોફાઈલ હેલ્થ પેકેજ અને વિવિધ લેબ ટેસ્ટ માટે સન પેથોલોજી લેબોરેટરી સાથે પણ જોડાણ કર્યું છે.

આયુર્વેદ અને પંચકર્મ નિષ્ણાત અને હોસ્પિટલના સહ-સ્થાપક ડૉ. દિવ્યરાજ રાઠોડે કહ્યું કે, આયુર્વેદ અને પંચકર્મના અન્ય સ્વરૂપોથી વિપરીત માનવ શરીર અને મનની સર્વગ્રાહી સુખાકારી પર ભાર મૂકે છે. ઉચ્ચ અનુભવી અને જાણકાર આયુર્વેદ અને પંચકર્મ પ્રેક્ટિશનરોની અમારી ટીમ સર્વગ્રાહી ઉપચાર અને દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામોની ખાતરી આપે છે.

ડિવાઇન આયુર્વેદ મલ્ટી સ્પેશિયાલિટી પંચકર્મ હોસ્પિટલની મુખ્ય કોર ટીમમાં યોગ અને ન્યુટ્રિશિયન સ્પેશિયાલિસ્ટ ડૉ. વિજલ પટેલ અને કોસ્મેટોલોજી સ્કીન અને એસ્ટથેટ ડૉ. દિપલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Share This Article