વડોદરામાં ૪૦૦ વિદ્યાર્થીઓને કોપીકેસની સજાથી વિરોધ થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

એમએસયુના વિદ્યાર્થીઓને હીયરિંગ વિના સીધી સજા સંભળાવી

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષામાં કોપી કરતા ઝડપાયેલા ૪૦૦ વિદ્યાર્થીઓનું હીયરિંગ કરવામાં આવ્યું નહતું. હેડ ફોન લગાવીને તમામ પેપરો આપતા હતા, જે કોપીકેસની કેટેગરીમાં આવે છે, જેથી સીધી સજા કરવામાં આવી હતી.

એમ.એસ. યુનિવર્સિટીમાં ૨ વર્ષથી ઓનલાઇન મોડથી લેવામાં આવેલી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની કોપી કેસની સંખ્યામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓને હેડ ફોનથી પરીક્ષા નહિ આપવા સહિતની સૂચના આપવામાં આવી હોવા છતાં પણ નિયમોનું પાલન કરતા ન હોઇ કોપીકેસ નોંધવામાં આવ્યા હતા.

૪૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ કે જેમણે તમામ પેપર હેડ ફોન પહેરીને આપ્યા હતા તેમને સી પ્લસ વન એટલે કે એક પરીક્ષા નહિ આપવાની સજા અનફેરમેન્સ કમિટી દ્વારા કરવામાં આવી છે. જેના વિરોધમાં એનએસયુઆઇ દ્વારા સોમવારે યુનિવર્સિટી વડી કચેરી ખાતે રજૂઆતો કરાઈ હતી.

મોટાભાગના વિદ્યાર્થીઓને બોલાવ્યા વગર જ તેમની સજા નક્કી કરી દેવામાં આવી છે, જે ગેરવ્યાજબી છે. જે વિદ્યાર્થીઓ પર કોપીકેસ કરવામાં આવ્યો છે તેમને પોતાની વાત મૂકવાનો અધિકાર છે, પણ તેની જગ્યાએ તેમને સાંભાળ્યા વગર જ સીધી સજા જાહેર કરી દેવામાં આવી છે જે યોગ્ય નથી.

એનએસયુઆઇ દ્વારા માગણી કરવામાં આવી હતી કે, જે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા નથી તેમનું હીયરિંગ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને તેમની વાત રજૂ કરવાની તક આપવામાં આવે. હેડ ફોન સાથે પરીક્ષા ન આપી શકાય તેવી સૂચના અપાઈ હતી.

જાેકે ૬૦૦ વિદ્યાર્થીઓએ હેડ ફોન પહેર્યો હતો, જેમાંથી ૨૦૦ વિદ્યાર્થીએ એક કે બે પેપરમાં જ હેડ ફોન પહેર્યો હોવાનું જણાતાં તેમને છોડી દેવાયા હતા.જ્યારે ૪૦૦ વિદ્યાર્થીઓએ તમામ પેપર હેડ ફોન સાથે આપ્યાં હતાં, જેથી તેઓ કસૂરવાર ઠર્યા હતા.

Share This Article