ચૌધરીની દીકરીના લગ્નમાં સૈયદ પરિવારે મામેરું ભર્યું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મહેસાણામાં ધંધાકીય સબંધ પારિવારીક સંબંધમાં બદલાયા
મહેસાણા : તાજેતરમાં જ હરિયાણામાં એક મામાએ ભાણીના લગ્નમાં એક કરોડનું મામેરું કરીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે મહેસાણામાં આવુ જ અનોખું મામેરું જાેવા મળ્યું. મેવડના પારસંગભાઈ ચૌધરીની દીકરીના લગ્નમાં સૈયદ પરિવાર દ્વારા મામેરું ભરાયું. ભટાસણના સૈયદ પરિવાર દ્વારા મામેરુ કરાતા આ કિસ્સો ચર્ચામાં આવ્યો. સૈયદ પરિવાર સાથે પારસંગભાઈના ધંધાકીય સંબંધ છે. તેથી તે નાતે તેઓએ દીકરીનું મામેરુ કર્યું. આમ, ધંધાકીય સબંધ પારિવારીક સંબંધમાં બદલાયા છે. સૈયદ પરિવારના સભ્યોને છેલ્લા ૧૦ વર્ષથી પારસંગભાઈના પત્ની રાખડી બાંધી છે. સૈયદ ફારૂકભાઈ, સૈયદ ફઝલભાઇ, સૈયદ સલીમભાઈ, સૈયદ હારુનભાઈ, સૈયદ સાઈદભાઈએ મળીને કુલ ૫ લાખ રોકડ અને ૫૦ હજારના દાગીના સહિત કપડાંનું મામેરું ભર્યું. ભટાસણના સૈયદ પરિવાર અને મેવડના ચૌધરી પરિવારે આપ્યું કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ.

File 02 Page 09 1
Share This Article