સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે ૧પ થી વધુ દુકાનોમાં આગ લાગી હતી. સુરેન્દ્રનગરમાં ૧૫થી વધુ દુકાનોમાં વિકરાળ આગ પ્રસરી ગઈ હતી. ધ્રાંગધ્રાના રાજકમલ ચોકની ૧૫થી વધુ દુકાનમાં આગ લાગતા આ દુકાનોની નજીક આવેલ બ્લડ બેંક, લેબોરેટરીમાં ફેલાઈ હતી. આ કારણે બાજુમાં આવેલ બ્લડ બેંક તેમજ લેબોરેટરી સુધી પણ આગ પ્રસરી ગઈ હતી. આગને કારણે દુકાનોમાં રહેલ તમામ માલ સામાન બળીને ખાખ થઈ જતાં મોટા પાયે નુકશાન થયું હતું. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. પાલિકાની ફાયર ફાય ટર ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારે આગનો બનાવ બનતા મોટી જાનહાનિ ટળી હતી. કારણ કે આ સમયે કોમ્પ્લેક્સમાં કોઈ હાજર ન હતું.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more