ગરમીમાં સ્ટાર્સની પસંદ પેસ્ટલ કલર્સ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ઉનાળાએ તેનો મિજાજ બતાવી દીધો છે, પરંતુ તેને કેવી રીતે હેન્ડલ કરવો તે આપણા હાથની વાત છે. દરેલ લોકો ઉનાળામાં પોતાના શરીરને તડકાથી બચાવવા માટે કંઇક ને કંઇક વિચારે છે. સનસ્ક્રીન લોશનથી લઇને શરીરને ઢાંકે તેવા કપડા પહેરે છે. ટીવી સ્ટાર અને બોલિવુડ સ્ટાર પણ પોતાના શરીરને તડકાથી બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમનું કામ એવુ છે કે તેઓ ઇચ્છીને પણ સ્ટાઇલિશ ના હોય તેવા કપડા નથી પહેરી શકતા. જેનીફર વિંગેટ, એરિકા ફર્નાન્ડિસ, અંકિતા લોખંડે, જસ્મીન બસીન વગેરે સેલિબ્રિટીઝે સમરને કરી દીધો છે ક્લિન બોલ્ડ. તેમણે પેસ્ટલ કલર્સને વેલકમ કરીને ઉનાળાને માત આપી છે.

kp.comfashion2

પેસ્ટલ કલર્સના ડ્રેસીઝમાં દરેક સુંદરી શોભી રહી છે. સાથે જ તેમનો લૂક પણ સુપરકૂલ લાગી રહ્યો છે. તેમનો આ આગવો અંદાજ જોઇને યુવતીઓને સ્ટાઇલ સાથે કૂલ કેવી રીતે રહેવું તેનો ખ્યાલ આવી જશે.

kp.comfashion3

જેનિફર કુર્તા જેવા ટોપમાં ખુબ જ સુંદર લાગી રહી છે. જ્યારે અંકિતા સલવાર સુટમાં ઇન્ડિયન ગર્લ લાગી રહી છે અને કાચની પૂતળી જેટલી સુંદર દેખાઇ રહી છે. નિયા શર્મા બ્લૂ કલરના શેડમાં રફ એન્ડ ટફ લાગી રહી છે જ્યારે એરિકા પિંક શેડમાં વધારે યંગ લાગી રહી છે. જાસ્મિન બસીન દરીયા કિનારે લટાર મારી રહી છે અને તેનો આ મારકણો અંદાજ બધા કરતા ખૂબ અલગ લાગી રહ્યો છે.

WhatsApp Image 2018 04 19 at 17.43.49

સ્ટાર્સની ફેશન સેન્સને માનવું પડે કારણકે ગરમીમાં ઉનાળાની ઋતુમાં ગરમીથી બચવાની સાથે સાથે સ્ટાઇલીશ કેવી રીતે રહેવું તે પણ સારી રીતે જાણે છે.

Share This Article