અપહરણ બાદ તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ
છેડતીની ફરિયાદ પાછી ખેંચવા વ્યાજખોરો પરિવાર પર દબાણ કરતા હતા
હાકુભા, મિરઝાદ, ઇકબાલ સહિતના લોકોએ મારી નાંખવાની ધમકી આપી પણ પોલીસે અમારી વાત સાંભળી નહીં : સગીરાની માતા
રાજકોટ: રાજકોટમાં અપહરણ બાદ તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. વ્યાજખોરોએ પહેલા તો એક લાખની ખોટી ઉઘરાણી કરી પરિવારના ૪ સભ્યનું અપહરણ કર્યુ હતું. અપહરણ બાદ વ્યાજખોરોએ પરિવારની તરુણી પર દુષ્કર્મ આચર્યુ હતું. આ રીતે તેઓ વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવ્યા બાદ પણ દબાણ કરતા હતા. એટલું જ નહિ, વધુ રૂપિયાની ઉઘરાણી માટે ઘરે આવી દીકરીની છેડતી કરતા હતા. છેડતી બાદ કચેરીમાં દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છેડતીની ફરિયાદ પાછી ખેંચવા વ્યાજખોરો પરિવાર પર દબાણ કરતા હતા. રાજકોટમાં પોલીસનો ખૌફ તેમજ આબરૂનું ખુલ્લેઆમ બાળમરણ થયું હોય ઘટના બની છે. રાજકોટમાં ફરી એકવાર વ્યાજખોરોએ એક લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરી પરિવારના ચાર સભ્યોના અપહરણ બાદ ૧૪ વર્ષની તરુણી પર બે વખત દુષ્કર્મ આચરવાનો કિસ્સો બન્યો છે. પોલીસ ફરિયાદનો ખાર રાખી ૧૪ વર્ષીય તરુણી પર તેના પરિવારજનો સામે બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું. વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા છતાં વધુ એક લાખ ચૂકવવા દબાણ કરાતું હતું. વ્યાજખોરો વધારાના રૂપિયાની ઉઘરાણી કરવા ઘરે જતા જ્યાં સૌપ્રથમ ૧૭વર્ષીય દીકરીની છેડતી કરી હતી. ૧૭ વર્ષીય દીકરીની છેડતી કરતા તેને પોલીસ કમિશનર કચેરીમાં દવા પી આપાઘાતનો પ્રયાસ કર્યો હતો. છેડતી તેમજ આપઘાતના પ્રયાસવાળી ફરિયાદ પાછી ખેંચવા માટે વ્યાજખોરો દબાણ કરતા હતા. ફરિયાદ પાછી ખેંચવામાં ન આવતા પરિવારના ચાર સભ્યોના અપહરણ બાદ ૧૪ વર્ષીય તરુણી પર બે વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસે આ બનાવમાં આરોપી હકુભા ખીયાની, તેની પત્ની ખતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખિયાની અને એક અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધી છે. આઇપીસીની કલમ ૩૭૬(૨) અને (૩),૩૬૩, ૩૬૫, ૫૦૪, ૫૦૬, ૩૨૩, ૧૧૪,પોકસો એક્ટની કલમ-૬, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અકબર ઉર્ફે હકો ખિયાની, મીરઝાદ ખિયાની, જુમા ઠેબા સહિત ૫ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એટોર્સિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ ૫ માંથી ૩ આરોપી સકંજામાં આવી ગયા છે અને અન્ય બેની શોધખોળ ચાલુ છે. અપહરણ બાદ તરુણી પર ગેંગરેપ થયાનો ખુલાસો થયો છે. વ્યાજખોરોના આતંકથી પીડિત પરિવાર હિજરત કરવા મજબૂર બન્યો છે. ત્યારે સગીરાની માતાએ વેદના ઠાલવતા કહ્યું કે, પોલીસે અમારી વાત સાંભળી નહીં. હકૂભા પાસેથી ૨ વર્ષ પહેલાં અમે રૂપિયા લીધા હતા. હાકુભા, મિરઝાદ, ઇકબાલ સહિતના લોકોએ મારી નાંખવાની ધમકી આપી હતી. સમાધાનના બહાને અપહરણ કરી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. વ્યાજખોરો અવારનવાર ઘરે આવી ધમકાવતા હતા. વ્યાજખોરોની પહેલાંથી જ મારી દીકરી પર નજર હતી. માતા પાસે લઈ જવાનું કહી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે આખરે ક્યાં સુધી આવી રીતે વ્યાજખોરો દીકરીઓની આબરું લૂંટતા રહેશે. છેડતીની ફરિયાદ બાદ પણ કેમ પોલીસે કોઈ એક્શન ન લીધા. કેમ વ્યાજખોરોના આતંકને ડામવામાં પોલીસ ઘૂંટણીએ પડી રહી છે. કોના આશીર્વાદથી બેફામ બન્યા છે વ્યાજખોરો. ક્યારે આ બેફામ બનેલા હેવાન વ્યાજખોરોને કાયદાના પાઠ ભણાવાશે.
ગુજરાતીઓ આગામી 8 દિવસ સાચવજો! હવામાનના મિજાજમાં આવશે મોટું પરિવર્તન, ખેડૂતો માટે ચિંતાનો વિષય
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરંતુ રાજી થવાની જરૂર નથી, કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ...
Read more