કથાના નામે વ્યક્તિદીઠ રૂપિયા ૩ હજાર પડાવ્યા,આરોપીઓ ફરાર
મહેસાણા : મહેસાણામાં ઠગાઇની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ અહીં હરિદ્વાર ખાતે મફત શ્રીમદ ભાગવત્ કથાના આયોજનના નામે ઠગાઈ કરવામાં આવી હતી. બે ઇમસોએ હરિદ્વાર ખાતે કથાના નામની સ્કિમ બનાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં હરિદ્વારમાં શ્રીમદ ભાગવત્ કથાના નામે વ્યક્તિદીઠ રૂપિયા ૩ હજાર પડાવ્યા હતા. જે બાદમાં ૧.૮૫ લાખની ઠગાઈ કરી ઇસમો ફરાર થઈ જતા હવે વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મહેસાણાના કુકરવાડા સહિતના આસપાસના ગામના લોકો સાથે હરિદ્વારમાં કથાના આયોજનને નામે ઠગાઇની ઘટના સામે આવી છે. વિગતો મુજબ કુકરવાડાના કૌશિક મોદી અને રાજસ્થાનના રહેવાસી ચેતન લખવારાએ કુકરવાડા અને આસપાસના કેટલાક ગામના લોકોને હરિદ્વાર ખાતે મફત શ્રીમદ ભાગવત્ કથાના આયોજનના નામે વિશ્વાસમાં લીધા હતા. જે બાદમાં કથા સાંભળવા વ્યક્તિદીઠ રૂ.3,000 પડાવ્યા હતા. આ ઇસમો દ્વારા લોકોને ૧૯થી ૨૫ નવેમ્બરે હરિદ્વારમાં કથાના આયોજનનો વિશ્વાસ અપાયો હતો. જેમાં શ્રીમદ ભાગવત્ કથાના નામે વ્યક્તિદીઠ રૂપિયા ૩ હજાર પડાવ્યા હતા. જે બાદમાં રાજસ્થાનના રહેવાસી ચેતન લખવારા અને કૌશિક મોદી ૧.૮૫ લાખની ઠગાઈ કરી ફરાર થઈ ગયા હતા. કુકરવાડા સહિત આસપાસના ગામલોકોના પૈસા પડાવી આરોપીઓ ફરાર ગયા બાદ બ્રિજેશ પટેલે વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9મી અને 10મી ડિસેમ્બર ના રોજ બે દિવસીય Hi Life Brides સંસ્કરણનું દ ગ્રાન્ડ ભગવતી ખાતે રજુઆત.
આગામી લગ્ન માટે હવે ખરીદો રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર નું ફૅશન ડિઝાઇન અમદાવાદ : NRI વેડિંગ રિસેપ્શન અને પોતાના સ્વજનો...
Read more