હાલ ભારતભરમાં માં શક્તિની આરાધનાના પર્વ એટલે કે નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ઠેર ઠેર ગરબી કરવામાં આવે છે. પરંતુ શક્તિપીઠ પર નવરાત્રીનું અનેરુ મહત્વ છે. ત્યારે ગુજરાતના જાણીતા શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.
મહત્વનું છે લોકોનું મોટું શ્રદ્ધાનું કેન્દ્રસમાન આ શક્તિપીઠમાં રોજ હજારો અને લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવતો હોય છે. જેની સેવા અને સુરક્ષા માટે 24 કલાક પોલીસકર્મીઓ મંદિર ખાતે તહેનાત રહે છે. આમ છતાં ગરબાની શરૂઆત થતાં જ તમામ થાક ભૂલી પોલીસ જવાનો માતાજીના ગરબામાં ઝૂમી ઉઠે છે.
હાલ માં શક્તિપર્વ નવરાત્રી ચાલુ છે ત્યારે પૂરા દેશમાં ઉજવાતા આ તહેવારમાં સૌ કોઈ માં ના ગરબામાં ઝૂમી માતાજીની ભક્તિમાં લીન છે ત્યારે આજરોજ પાવાગઢ મહાકાળી માતાના મંદિર ખાતે 24 કલાક ખડેપગે સેવા આપતા પોલીસ જવાનો આજના કાર્યક્રમમાં ગુજરાત ના જાણીતા કલાકાર તૃષા રામીના સ્વરે આયોજીત કાર્યક્રમમાં મન મુકીને ગરબે ઘૂમ્યા અને માતાજીને પ્રાર્થના કરી હતી.
આ કાર્યકમમાં પોલીસ ભાઈઓ બહેનો સાથે જ અન્ય અધિકારીઓ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ પણ ગરબે જુમ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમનું પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.