ગાંધીનગર : દિવાળીના ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં રોજના સરેરાશ 5,060 કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4505ની સરખામણીએ 12.34 ટકાનો વધારો નોંધાયો હતો.
ગુજરાતીઓએ ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી. આના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં આગની ઘટનાઓ, શારીરિક ઇજાઓ અને માર્ગ અકસ્માતો સહિત અનેક ઘટનાઓ બની હતી. દિવાળીના ત્રણ દિવસમાં રાજ્યમાં કુલ 15,179 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જેમાં રોજના સરેરાશ 5,050 કેસ નોંધાયા હતા. જેમાં સામાન્ય દિવસની સરખામણીએ સરેરાશ 4504ની સરખામણીએ 12.34 ટકાનો વધારો નોંધાયો હતો. દિવાળીથી નવા વર્ષના દિવસ સુધીના છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં આગ સંબંધિત 102 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. રોજ 38 આગ સંબંધિત કટોકટી, 1 નવેમ્બરના રોજ 40 અને 2 નવેમ્બરના રોજ 24 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 28, રાજકોટમાં 8, સુરતમાં 25 અને ભરૂચમાં 7 ફાયર ઈમરજન્સી કેસ નોંધાયા હતા. રાજ્યના મોટાભાગના શહેરોમાં સરેરાશ 10 થી વધુ કેસ નોંધાયા છે.
છેલ્લા ત્રણ દિવસમાં માર્ગ અકસ્માતના કુલ 2,829 કેસ નોંધાયા છે. દિવાળી ના રોજ 921, 1 નવેમ્બરના રોજ 827 અને નવા વર્ષના દિવસે 1,081 કેસ નોંધાયા હતા. દૈનિક સરેરાશ 943 કેસ હતા. આ 481 કેસોની સામાન્ય સરેરાશથી 96.05% નો વધારો દર્શાવે છે. અમદાવાદમાં ઈમરજન્સી કેસોમાં એકંદરે 2.52% નો ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ગુજરાતમાં દિવાળીના દિવસે આગની અનેક ઘટનાઓ બની હતી. જેમાં મોડી રાત સુધી ફાયર બ્રિગેડને કોલ આવતા રહ્યા હતા. દિવાળીના દિવસે આગની ઘટનામાં દુકાનો, બિલ્ડીંગ, શોર્ટ સર્કિટ, શાળા, ગોદામ, ભંગાર, વાહનો વગેરે આગની લપેટમાં આવી ગયા હતા. આગની ઘટનાઓમાં મોટું નુકસાન થયું છે.