અમદાવાદ : હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ અને ભારતમાં કમર્શિયલ વ્હિકલન ઉત્પાદન કરતી સૌથી મોટી કંપનીઓમાંની એક અશોક લેલેન્ડએ આજે ગુજરાતનાં અમદાવાદમાં સફળ ઇન્ટરમીડિયેટ કમર્શિયલ વ્હિકલ(આઇસીવી) ગુરુ ૧૦૧૦ તથા હંમેશા લોકપ્રિય બોસ- બોસ ૧૬૧૬ અને બોસ ૧૯૧૬નાં મીડિયમ ડ્યુટી વ્હિકલ્સ (એમડીવી) વેરિઅન્ટ લોંચ કર્યા હતાં. ગુરુ ૧૦૧૦ સેમગેન્ટમાં શ્રેષ્ઠ ઇંધણ કાર્યદક્ષતા અને સૌથી વધુ વાસ્તવિક પેલોડનો આદર્શ સમન્વય ઓફર કરે છે તેમજ એનાં માલિકો માટે કિલોમીટરદીઠ મહત્તમ વળતર આપે છે. જ્યારે બોસ ૧૬૧૬ અને બોસ ૧૯૧૬ પેલોડ અને પર્ફોર્મન્સ વચ્ચે આદર્શ સંતુલન માટે શ્રેષ્ઠ એમડીવી બનાવવા સુંદર એન્જિનીયરિંગ, કમ્બાઇનિંગ ફોર્મ અને ફંક્શનનું પ્રતિબિંબ પાડે છે.
આ લોંચ પ્રસંગે અશોક લેલેન્ડનાં ગ્લોબલ ટ્રક્સનાં પ્રેસિડન્ટ શ્રી અનુજ કથુરિયાએ કહ્યું હતું કે, અમારો ટ્રકિંગ પોર્ટિફલોય ઝડપથી વધી રહ્યો છે, જે અમારાં ગ્રાહકોને વધારે વિકલ્પો અને તેમનાં વાહનમાં કસ્ટમાઇઝેશન તરફ દોરી જાય છે. નવા ગુરુ ૧૦૧૦, બોસ ૧૬૧૬ અને બોસ ૧૯૧૬ ગ્રાહકનાં પ્રતિભાવ અને બજારની જરૂરિયાતોનું પરિણામ છે. ગુરુ અને બોસ એમ બંને રેન્જ તેમનાં સંબંધિત ટનેજ સેગમન્ટમાં પરિવહનની પસંદગીનો વિકલ્પ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે નવા વર્ઝન માટે આ સફળ પ્લેટફોર્મને આગળ વધાર્યું છે અને અમારાં ગ્રાહકોની ઇચ્છા મુજબ વધારે ખાસિયતો ઉમેરી છે, જેથી તેમની નફાકારકતા વધશે અને તેમને સુવિધાજનક ડ્રાઇવિંગ કરવાનો લાભ મળશે. અમારી બ્રાન્ડ ફિલોસોફી ‘આપકી જીત, હમારી જીત’નાં સિદ્ધાંતો પર વિકસાવેલા આ વાહનો ઇંધણ કાર્યદક્ષતા, પેલોડ, ઉત્પાદકતા પર ઇંધણ પર વધારે લાભદાયક છે તેમજ અત્યાધુનિક ડિઝલ-એન્જિન ટેકનોલોજી ધરાવે છે, જે સેગમેન્ટમાં અન્ય વાહનોની સરખામણીમાં વધારે બચત આપે છે.
ક્લાસમાં શ્રેષ્ઠ પર્ફોર્મન્સ સાથે મજબૂત ઉત્પાદનોને વિસ્તૃત સેલ્સ અને આફ્ટર સેલ્સ સપોર્ટનું પીઠબળ છે, જે અમને ગુજરાતમાં અમારાં ગ્રાહકોનાં પરિવારનું વિસ્તરણ કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે અશોક લેલેન્ડે સેગેમેન્ડમાં રેટેડ લોડમાં અત્યાર સુધી વણખેડાયેલી જરૂરિયાતને સમજી છે, ત્યારે અત્યાધુનિક ઇન્ટરમીડિયેટ વ્હિકલ ગુરુ લોંચ કર્યું હતું. ઉદ્યોગમાં આ અત્યંત ઝડપથી લોકપ્રિય પ્રોડક્ટ બની છે, જેનાં ૩૦૦૦થી વધારે ગ્રાહકો ભારતભરમાં ફેલાયેલા છે. ગુરુ ૧૦૧૦ની ડિઝાઇન વિચારપૂર્વક બનાવવામાં આવી છે તથા માઇલેજ, પેલોડ, વિશ્વસનિયતા અને સુવિધા એમ ચાર મહ¥વપૂર્ણ પિલર પર નિર્મિત છે, જે વ્યવસાયની સફળતા માટે મહ¥વપૂર્ણ છે. આ લેટેસ્ટ ૩-સીલિન્ડર યુપીસીઆરએસ એક્ષ્પ.એન્જિન સાથે સજ્જ છે. વળી મજબૂત અને સ્ટાઇલિંશ ખાસિયતો ધરાવે છે, જેમાં હાઇડ્રોલિકલી ટિલ્ટેબલ ડે કેબિન, હાઈ સાઇડેડ ડેક, ઓલ-રાઉન્ડ વિઝિબિલિટી માટે મોટાં વિન્ડશિલ્ડ અને ઓવર ડ્રાઇવ સાથે ૬ સ્પીડ સીન્ક્રોમેશન જીબી સામેલછે. સ્લીપિંગ જોગવાઈ અને અન્ય શ્રેષ્ઠ ખાસિયતો સાથે નવીન ડિઝાઇન ડે કેબ સાથે નવું ગુરુ વ્હિકલ સેગમેન્ટમાં નવો માપદંડ સ્થાપિત કરે છે. આ વિવિધ ઉપયોગિતા પૂર્ણ કરવા માટે ૪ અલગઅલગ લોડિંગ સ્પાન ધરાવે છે. બોસ-ક્રાંતિકારી ૧૬ અને ૧૮.૫ ટન ટ્રક ડિઝાઇન નવા નિયમનો મુજબ સંવર્ધિત એક્સલ-લોડ ધરાવે છે, જે ટ્રકને મજબૂતી અને ખડતલતાનો સમન્વય પ્રદાન કરે છે તેમજ કારની સુવિધા આપે છે.
નવું ૧૬૦ એચપી એન્જિન શ્રેષ્ઠ માઇલેજ અને પિકઅપ આપે છે, જે કિંમતી અપટાઇમ અને ટર્નએરાઉન્ડ ટાઇમ જાળવવામાં મદદ કરે છે. અત્યાધુનિક સ્ટાઇલિંગ, સુંદર ડિઝાઇન કરેલી ટ્રિમ લાઇન અને પાવરફૂલ તથા મજબૂત એગ્રીગેટ સાથે બોસ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ, વિશ્વસનિયતા અને ઓછામાં ઓછાં કાર્યકારી ખર્ચ પર ટકાઉક્ષમતા પ્રદાન કરે છે. આ વિવિધ ઉપયોગિતા પૂર્ણ કરવા ચાર અલગ-અલગ લોડિંગ સ્પાન સાથે સજ્જ છે. ઉપરાંત નવીન અને કાળજીપૂર્વક ડિઝાઇન કરેલી સ્લીપર કેબિન સાથે રેક સવારીને સુવિધાજનક, સલામત અને વધારે ઉત્પાદકીય બનાવવાની ખાતરી આપે છે. કેબિનની કિંમતી ઓફર રાહત આપે છે અને વ્યક્તિનાં હાથ લંબાવી શકાય એવી લક્ઝરી આપે છે.