ગાંધીધામની ભાગોળેજ રહેતા પરિવાર ડ્રાઈવીંગના વ્યવસાય સાથે જોડાયેલા રમેશ રામશીભાઈ કોલી અંબાજી સોસાયટીમાં રહે છે. તેમણે જણાવ્યું કે તેમની તેમની ૧૧ વર્ષીય પુત્રીને રિપોર્ટમાં પીળીયો હોવાનું સામે આવતા તેની દવાઓ લીધી હતી. દરમ્યાન ગત સપ્તાહે તેમની માતા અને ફઈ ભચાઉના આધોઈમાં સબંધિના ઘરે ગયા હતા, પડોસમાંકામ કરતો કોઇ શ્રમિક ઉંટવૈધુ કરતું હોવાનું જણાવીને તેને બોલાવાયો હતો. જેણે તે પેટમાં ડામ આપશે તો તબીયત સારી થઈ જશે એમ કહીને માસુમ બાળકીના પેટમાં ચાર અગરબતીના દામ દઈ દીધા હતા. પહેલાથી સમસ્યાઓનો સામનો કરતી માસુમ તેના કારણે વધુ વ્યથીત થઈ ઉઠતા તબીયત લથડવા લાગી હતી, સમગ્રઘટના ક્રમ અંગે પિતાને જાણ કરાયા બાદ તેને અંજારની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટમાં ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. સામન્ય પરિવારમાંથી આવતા હોવાથી પિતાએ ત્યાંથી બાળકીને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં હાલ તેની તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે.પરંતુ આ સમગ્ર ઘટનાક્રમે આજે પણ અંદરખાને ચાલતી કુરીતીઓ અંગે પ્રશ્નોને ફરી સજીવન કર્યા છે.
સુત્રોએ જણાવ્યું કે રાજકોટ પોલીસે આ અંગે નોંધ લઈને સામખિયાળી પોલીસને જાણ કરી છે. ઘણા વર્ષો પછી વાગડમાં ડામ આપવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. જે ખુબજ દુખદ અને પીડાદાયક છે, વર્ષ ૨૦૧૧માં ડીસેમ્બરના માનવ અધિકાર પંચ, દિલ્હીએ કારણદર્શક નોટીસ ગુજરાત સરકારને આપ્યા બાદ પ્રશાસન, પોઈસ અને સાશન સક્રિય થયું હતું અને ડામના કિસ્સાઓ છેલ્લા ૫-૬ વર્ષમાં ઘટ્યા હતા. તેમણે પોલીસ અને પ્રશાસનને વિનંતી કરતા જણાવ્યુંક એ આ કિસ્સાને ગંભીરતાથી લઈને જવાબદાર સામે પગલા લેવામાં આવે.ગાંધીધામના એરપોર્ટ ચોકડી પાસે રહેતા પરિવારની દિકરી ૧૧ વર્ષીય માસુમ બાળકીને તાવ આવતો હોવાથી અગરબતીના દામ અપાયાની ઘટના સામે આવવા પામતા સભ્યસમાજ માં આઘાતની લાગણી પ્રવર્તી હતી. માસુમ દિકરી રાજકોટની હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે, ત્યારે રાજકોટ પોલીસે સામખિયાળી પોલીસને આ અંગે સુચીત કર્યુ હોવાનું જાણવા મળે છે.