કેનેડામાં ગુજરાતીઓએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સના વેનકુવર શહેર આજુબાજુના ગુજરાતી ગૃપ દ્વારા એલ્ડરગ્રોવ રેજીયોનલ પાર્ક ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરુષ સ્ત્રીઓ અને બાળકો સહિત ૫૦૦થી વધુ ગુજરાતી પતંગ રસિયાઓએ ભાગ લઈ પતંગ ચગાવવાનો આનંદ મળ્યો હતો. તેમજ મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી આનંદ માણ્યો હતો. વેનકુવર ખાતે વસતા ગુજરાતીઓ જેવા કે અજય રાણા, મૌલિક પટેલ, કમલેશ પટેલ, હિમાંશુ પટેલ, પાર્થ પટેલ, દેવેન્દ્ર પટેલ, વિગેરે તેમજ મહેસાણાથી પોતાના પુત્ર રિકેત પટેલને મળવા ગયેલા નાયબ ખેતી નિયામક ભરતભાઈ પટેલ અને દાદા નારાયણભાઈએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ આ મહોત્સવને જીવંત બનાવ્યો હતો. અજય રાણાની ટીમ દ્વારા પતંગ મહોત્સવની ઇવેન્ટને દર વર્ષની જેમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હતી.

ઇવેન્ટ દરમિયાન ચા-નાસ્તો, બપોરનું ભોજન, એનાઉન્સમેન્ટ અને સાઉન્ડ સિસ્ટમ, પતંગ, દોરો, ફીરકીની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થતાં જ ભાગ લીધેલા તમામે તથા ગૃપના યુવા કાર્યકરોએ શિસ્તબદ્ધ રીતે કપાયેલા ફાટેલા પતંગ, તૂટેલી દોરી, ખાલી થયેલી ફિરકી, નાસ્તાના પ્લાસ્ટિક, વગેરે તમામ કચરો વીણી એકઠો કરી કચરાપેટીમાં નાખી પાર્ક પૂર્વવત સ્વચ્છ કરી સ્વચ્છ ગુજરાતના સંસ્કાર પ્રતિષ્ઠા જાળવી રાખી હતી.

ગુજરાતી ગૃપ દ્વારા કેનેડામાં પતંગ મહોત્સવ ઉપરાંત નવરાત્રી, દિવાળી સ્નેહ મિલન, શીતળા સાતમ – જન્માષ્ટમી જેવા તહેવારો ઉજવીને ગુજરાતની અસ્મિતા અને ગુજરાતી સંસ્કારોને જીવંત રાખવામાં આવે છે.કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રોવિન્સના વેન કોર શહેર એલ્ડર ગ્રોવ રેજીયોનલ પાર્કમાં ગુજરાતીઓએ પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં ૫૦૦થી વધુ ગુજરાતી પતંગ રસિયાઓએ ભાગ લીધો હતો અને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. આ મહોત્સવમાં મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થતાં જ મહોત્સવમાં વિભાગ લીધેલા તમામ લોકોનેએ તમામ કચરો વીણી સ્વચ્છતાના સંસ્કારની પ્રતિષ્ઠ જાળવી રાખી હતી.

Share This Article