ભાવનગરના એસટી વિભાગના વિભાગીય નિયામકને ૫૦ હજારની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધો હતો. આ બનાવને પગલે એસટી વિભાગના કર્મચારીઓમાં ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગે એસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ ફરિયાદીની રાજ ટ્રાવેલ્સના નામથી ભાવનગરથી મહુવા રૂટ ઉપર પેસેન્જરમાં ચાલતી હોય, તેમજ પાલીતાણા રૂટ ઉપર પણ અન્ય પ્રાઇવેટ મીની ટ્રાવેલ્સ ચાલતી હોય અને જે વાહનોના સંચાલકોને ખાનગી બસો આ રૂટો ઉપર ચલાવવી હોય અને એસ.ટી. વિભાગ તરફથી કોઇ કનડગત ન થાય કે એસ.ટી. વિભાગ દ્વારા વાહન ચેકીંગ ન થાય અને બસો રોકાય નહિ તે માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહીને રૂ.૫૦ હજાર લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા જેથી ભાવનગર એસીબીમા ફરિયાદ આપી હતી. જેથી એસીબીએ છટકુ ગોઠવી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો.
અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ભીષણ અકસ્માત, ઈકો કારના ભુક્કા બોલી ગયા, 4 લોકોના મોત
અમદાવાદ ઇન્દોર હાઇવે પર રાત્રે ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અમદાવાદથી ઓધવડ જતી વખતે હાઇવે પર...
Read more