અમદાવાદ : અમદાવાદ પોલીસે હોળી અને ધૂળેટીના તહેવાર પહેલા જ એલર્ટ થઈ ગઈ હતી. હોળી અને ધૂળેટીમાં ભાંગ અને દારુ પી ડ્રાઈવ કરતા લોકો સામે શહેર પોલીસે લાલા આંખ કરી હતી. બે દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા ૮૪ લોકોની ધરપકડ કરી છે. શહેરમાં ૨૫૦ પોઈન્ટ બનાવીને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અંગે પોલીસ ચેકિંગ કરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ અલગ અલગ પોઈન્ટ પર બ્રેથ એનલાઈઝર દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં ઝોન-૧માં ૧૦, ઝોન-૨માં ૧૫, ઝોન-૩માં ૭, ઝોન-૪માં ૨૧ કેસ કરવામાં આવ્યા તેમજ ઝોન-૫માં ૧૨, ઝોન-૬માં ૬, ઝોન-૭માં ૪ કેસ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ દરમિયાન ૯ દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલમેટ પહેર્યા વગર ફરતા ૧૩૬૫ લોકોને પકડીને રૂ.૬,૯૧,૮૫૦ અને સીટબેલ્ટ પહેર્યા વગર કાર ચલાવતા ૩૩૨૩ લોકોને પકડીને રૂ.૧૬,૭૩,૨૫૦ દંડ વસૂલ્યો હતો. આમ આ ડ્રાઈવ દરમિયાન ૯ દિવસમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે હેલમેટ-સીટબેલ્ટ પહેર્યા વગર ફરતા ૪૬૮૮ લોકોને પકડીને રૂ.૨૩.૬૫ લાખ દંડ વસૂલ્યો હતો.રોડ સેફ્ટી માટે ટ્રાફિક પોલીસ અવારનવાર આ પ્રકારે વિશેષ ડ્રાઇવનું આયોજન કરતી હોય છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં ૨૦૧૯માં ૪૧૯૧ લોકોના, ૨૦૨૦માં ૩૫૯૭ લોકોના અને ૨૦૨૧માં ૪૨૨૦ લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. સીટબેલ્ટ પહેર્યા વગરનો કારચાલક કે હેલમેટ પહેર્યા વગરનો ટુ-વ્હીલરચાલક પહેલીવાર પકડાય તો રૂ.૫૦૦ અને બીજીવાર પકડાય તો રૂ.૧૦૦૦ દંડ વસૂલાય છે.રાજયમાં હોળીના તહેવારમાં નશો કરીને ફરતા લોકો સામે પોલીસ દ્વારા બે દિવસની સ્પેશિયલ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં પોલીસે બે દિવસમાં નશામાં ડ્રાઈવ કરી રહેલા ૮૪ લોકો સામે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આટલું જ નહીં અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ૯ દિવસની સ્પેશિયલ ડ્રાઈવમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી ૨૪ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
Shehra Taluka Women Drive Change: MLA Jetha Bhai Bharwad Distributes 20 E-Rickshaws
In Chaandangarh, located in Shahra Taluka, the Panchmahal District Bank has distributed e-rickshaws to women from various villages of Shehra...
Read more