અમદાવાદમાં SOGએ બરોડા એક્સપ્રેસ હાઇવે નજીક કારમાંથી MD ડ્રગ્સ ઝડપી પાડ્યું, ૨ ની ધરપકડ કરાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદમાં SOG દ્વારા અવારનવાર ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. ત્યારે વધુ એક વખત બરોડા એક્સપ્રેસ હાઇવે નજીક કારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ૧૬.૧૨૦ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક યુવતી સહિત ૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફિર્દોષ મન્સૂરી નામની યુવતી અને આશિષ પરમાર નામના આરોપીની ધરપકડ કરીને ૧૧.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ર્જીંય્એ બાતમીના આધારે અમદાવાદ- બરોડા એક્સપ્રેસ હાઇવે પાસેથી ડ્રગ્સ સાથે યુવતી અને યુવકની ધરપકડ કરી છે.

ફિર્દોષ મન્સૂરી નામની યુવતી અને આશિષ પરમાર બરોડથી ૧૬.૧૨૦ ગ્રામ ડ્રગ્સની ડિલિવરી આપવા વડોદરાથી અમદાવાદ આવ્યા હતા. જોકે, ડિલિવરી આપે તે પહેલાં જ ર્જીંય્એ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ધરપકડ કરીને ડ્રગસનો જથ્થો કબ્જે કરીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો સાગર સુથાર નામના આરોપી પાસેથી લાવવામાં આવ્યો હતો. યુવતી હોવાથી પોલીસને જાણ થાય નહિ માટે યુવતીને સાથે રાખવામાં આવી હતી. અમદાવાદમાં કોને ડિલિવરી આપવાના હતા તે બાબતે ર્જીંય્એ તપાસ હાથ ધરી છે. જ્યારે બરોડથી જે વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા તે અંગે બરોડા SOG જાણ કરવામાં આવી છે. જેથી SOG ડ્રગ્સ આપનાર અને ડ્રગ્સની ડિલિવરી લેનાર બંનેની શોધખોળ હાથ ધરી છે.

Share This Article