અમદાવાદમાં ફરી એકવાર લૂંટની ઘટના બની છે. અમદાવાદથી મુંબઈ સોનું લઈ જવાતા પહેલા જ આરોપીઓ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આરોપીઓએ રસ્તા વચ્ચે બસ રોકાવી ૧૩.૫૦ કરોડનું ૨૫ કિલો સોનું લઈ ફરાર થઈ ગયા હતા. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી. ક્રાઇમબ્રાંચે ૫ આરોપીની તપાસ હાથ ધરી હતી. અમદાવાદમાં ચોરી કરનાર આરોપી બુલિયન વેપારી ત્યાં નોકરી કરતો હતો. ૧૯ જાન્યુઆરીના રોજ અમદાવાદથી મુંબઈ લક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસી આરોપી યશ પંડ્યા અને નિકિત મુંબઈના એક વેપારીને સોનું આપવા જઈ રહ્યા હતા. ત્યારે ભરુચ થી અંકલેશ્વર હાઈવે પાસે ચૌધરી પેલેસમાં બસ ચા- નાસ્તા માટે ઉભી રહી હતી. તે સમયે આરોપીએ ૨૫ કિલો સોનું બસમાંથી ઉતારી ઇનોવા ગાડી લઈ આવેલા દીપ ઝાં, મોઇન અને નિકત સાળો સાથે સોનુ લઈ ફરાર થઈ ગયા હતા. દીપ ઝાં, મોઇન અને નિકત સાળો ત્રણેય આરોપી ઈનોવા ગાડી લઈ બસનો પીછો કરી રહ્યાં હતા અને મોકો મળતા જ સોનું લઈ ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટનાના બે મહિના બાદ હનુમતે બુલિયનના માલિકે વિજય ઠુમરે ફરિયાદ નોંધાવી હતી. આરોપી છેલ્લા ઘણા મહિનાઓથી વેપારીને ત્યાં નોકરી કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પકડવા અલગ- અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી છે.
આ અગાઉ સુરતના અમરોલીમાં વેપારીને બંધક બનાવી સોના ચાંદી સહિત રૂપિયા ૨૫ થી લાખની ધાડ કરનાર ટોળકીને પોલીસે પકડી પાડી હતી. આરોપીઓએ ફરિયાદીને ફોન કરી બોલાવી પોતાના જ ઘરમાં ૨૪ કલાક સુધી બંધક બનાવી ફરિયાદીના વેસુના ઘરની ચાવી લઈ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનામાં પોલીસે ચાર સગીર સહિત મહિલા મુખ્ય આરોપી સાથે તેના સાગીરકોની પોલીસે ધરપકડ કરી હતી. સુરત શહેરના વેસુ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને સ્પા ચલાવતી મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું છે. વેપારીને બંધક બનાવી મહિલાએ તેના સાગરે કો સાથે મળી ૨૫ લાખથી વધુની ધાડને અંજામ આપ્યો છે. વેપારી મહિલાના ઘરે તેમજ પોતાના ઘર લાવતો હતો અને તે દરમિયાન મહિલાએ વેપારીને એકલો રહેતો હોવાનો પણ ફાયદો ઉઠાવી તેના બે સગીર વયની પુત્રી સાથે મળી વેપારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો.