અમદાવાદના સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતિફખાન પઠાણ એક્ટિવા લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનો પાછળનો ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને જેવો ઊતરીને તે જોવા જતો હતો ત્યાં જ મોટો ખાડો પડ્યો અને તે એક્ટિવા સાથે અંદર ખાબક્યો. તેને બચાવવા આવેલા લોકો પણ ત્યાંથી દૂર થઈ ગયા હતા. ભૂવામાં એક્ટિવા સાથે યુવક પડી જવાની ઘટનાને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને તેને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. હું ફતેહવાડીમાં આવેલા લમ્બેપાર્ક નજીક કરિયાણું લેવા ગયો હતો.
દુકાનથી થોડે દૂર રોડ પર મારા એક્ટિવાનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાયું હોવાનું જણાયું. ટાયર બહાર કાઢવાનો પ્રયાસ કરું એ પહેલાં અચાનક આખેઆખો રોડ બેસી ગયો. હું એક્ટિવા છોડીને દૂર ખસવા ગયો ત્યારે ખાડો મોટા ભૂવામાં ફેલાઈ ગયો અને હું એક્ટિવા સાથે જ ગરકાવ થયો. અંદર પાઈપ હોવાથી મેં પકડી લીધી અને તેના પર ટીંગાયેલો રહ્યો. લોકોએ દોરડું નાખ્યું અને એને પકડીને મને બહાર કાઢ્યો હતો, પણ એક્ટિવા ગરકાવ થઈ ગયું. મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રો જણાવ્યા મુજબ, ૨૦૦૦ મિમી વ્યાસની મુખ્ય ડ્રેનેજ લાઈનમાં ભૂવો પડ્યો હતો. જો યુવક પાણીમાં પડ્યો હોત તો તેને જીવ ગુમાવવો પડ્યો હોત. એકાએક ભૂવો પડ્યો છે. ત્યાં ભૂવો પડી શકે એવું કોઈ પોલાણ નહોતું.
જોકે ઘટનાને પગલે તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દોડતા થયા હતા. એક્ટિવા સાથે યુવક ભૂવામાં પડતો હોવાનાં લાઈવ સીસીટીવી દૃશ્યો પણ સામે આવ્યાં છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ સુધીની સુએજ પાણીની ૨ હજાર ડાયામીટરની લાઈન જાય છે, જેમાં જુહાપુરામાં ભૂવો પડ્યો હતો. મોડી રાત્રે અહીં રિપેરિંગ કામગીરી શરૂ કરાઈ હતી.અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર અચાનક વિશાળ ભૂવો પડતાં એક્ટિવા સાથે આતિફખાન પઠાણ નામનો એક યુવક અંદર પડ્યો હતો. યુવક અચાનક ભૂવામાં પડતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. સદનસીબે યુવકને કોઈ ઇજા થઈ ન હતી. એક્ટિવા લઈને ભૂવામાં પડતા યુવકના સીસીટીવી પણ સામે આવ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં આ રીતે અચાનક ભૂવા પડતા હોવાના પગલે આવા કેટલાક વિસ્તારો છે, જેમાં અચાનક જ પોલાણ સર્જાય છે અને ભૂવા પડે છે, એની જાણકારી મેળવવી જરૂરી છે.