IMTEX Forming 2026- એશિયાનો સૌથી મોટો મેટલ ફોર્મિંગ ટેક્નોલોજી શૉ 

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ : Indian Machine Tool Manufacturers’ Association (IMTMA) બેંગાલુરુ ખાતે બેંગ્લોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર (બીઆઈઈસી) ખાતે 21થી 25 જાન્યુઆરી, 2026 સુધી IMTEX FORMING 2026 નું આયોજન કરશે. IMTEX FORMING 2026 માં નીચે મુજબની ઇવેન્ટસ યોજાશેઃ

ટૂલટેક, જેમાં મશીન ટૂલ્સ એસેસરીઝ, મેટ્રોલોજી સોલ્યુશન્સ, CAD / CAM ટૂલ્સ, ટૂલિંગ સિસ્ટમ્સ અને ટૂલિંગ ઉદ્યોગમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સ પર ધ્યાન આપવામાં આવશે
ડિજિટલ મેન્યુફેક્ચરિંગ, જેમાં લેટેસ્ટ વેલ્ડિંગ ટેક્નોલોજીસ દર્શાવતા ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્ડિંગ (આઈઆઈડબ્લ્યુ-ઈન્ડિયા) ના સહયોગથી એડિટિવ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રી 4.0 Weldexpo માં રિયલ-ટાઇમ સોલ્યુશન રજૂ કરાશે
Messe Stuttgart દ્વારા આયોજિત Moldex India અને Fastenex India જેમાં અનુક્રમે મોલ્ડિંગ, ફાસ્ટનર્સ અને ફિક્સિંગ ટેક્નોલોજીસ પર ધ્યાન અપાશે જે IMTEX FORMING 2026 ના સ્થળે જ યોજવામાં આવશે.

IMTEX FORMING 2026 માં સમાંતરે નીચે મુજબની ઇવેન્ટ્સ પણ યોજાશેઃ

ફોર્મિંગ ટેક્નોલોજી અંગે આંતરરાષ્ટ્રીય સેમિનાર જેની નવમી એડિશન 22-23 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે જેમાં નવા ટ્રેન્ડ્સ, ઇક્વિપમેન્ટ, પ્રોસેસીસ અને મેટલ ફોર્મિંગ તથા સંબંધિત ક્ષેત્રોમાં ટેક્નોલોજી અંગે ચર્ચા થશે
ઉદ્યોગના હિસ્સેદારોને પોતાની આરએન્ડડી પહેલ રજૂ કરવા માટે રિસર્ચ કરતી સંસ્થાઓ માટેનું પ્લેટફોર્મ i2 Academia Square
જાગૃતિ-આઈએમટીએમએ યુથ પ્રોગ્રામ જે યુવા પ્રોફેશનલ્સમાં મેન્યુફેક્ચરિંગમાં લેટેસ્ટ સુધારા અંગે જાગૃતિ ફેલાવશે

આગામી એડિશનમાં જર્મની, ઇટલી, જાપાન અને તાઇવાનના એક્ઝિબિટર ગ્રુપ ભાગ લેશે અને તેમની લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ તથા ઇનોવેશન્સ રજૂ કરશે. ઓટોમોટિવ અને ઓટો કમ્પોનેન્ટ્સ, એરોસ્પેસ અને ડિફેન્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ, પાવર, રેલવે, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, જનરલ અને હેવી એન્જિનિયરિંગ, કેપિટલ ગુડ્સ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, વ્હાઇટ અને બ્રાઉન ગુડ્સ તથા અન્ય સહિતના વિવિધ ક્ષેત્રોના મુલાકાતીઓ મુલાકાત લે તેવી ધારણા છે.

આઈએમટીએમએના પ્રેસિડેન્ટ સુશ્રી મોહિની કેલકરે જણાવ્યું હતું કે “મેટલ ફોર્મિંગ ભારતના મશીન ટૂલ માર્કેટમાં 29 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ આ સેગમેન્ટ આગામી વર્ષોમાં નોંધપાત્ર રીતે વધે તેવી સંભાવના છે. નાણાંકીય વર્ષ 2025માં મેટલ ફોર્મિંગ મશીન ટૂલ્સનો વપરાશ રૂ. 9,139 કરોડ જેટલો હતો જ્યારે ઉત્પાદન રૂ. 2,696 કરોડના મૂલ્ય જેટલું હતું. એકંદરે, મેટલ ફોર્મિંગ મશીન ટૂલ્સની નિકાસો વાર્ષિક ધોરણે લગભગ 6 ટકા વધી હતી. નિકાસોમાં પ્રેસીસ સૌથી મોખરે હતી અને ત્યારબાદ પ્રેસ બ્રેક્સ, બેન્ડિંગ મશીનો અને શીયરિંગ મશીનો સમાવિષ્ટ હતા.”

આઈએમટીએમએના ડિરેક્ટર જનરલ અને સીઈઓ શ્રી જિબાક દાસગુપ્તાએ જણાવ્યું હતું કે “લેઝર અને લેઝર-આધારિત એપ્લિકેશન્સને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ઝડપથી સ્વીકૃતિ મળી રહી છે અને IMTEX FORMING ખાતે લેઝર આધારિત ઉત્પાદકો દ્વારા ભાગ લેવામાં અમને સ્થિર ગતિએ વધારો જોવા મળ્યો છે. એક્ઝિબિટર્સ ફાઇબર લેઝર મશીન્સ, પ્રિસિઝન લેવલર્સ, પિક-એન્ડ-પ્લેસ યુનિટ્સ, સર્વો પ્રેસીસ, મશીન પ્રોડક્શન મોનિટરિંગ સિસ્ટમ્સ, વેલ્ડિંગ અને થ્રીડી પ્રિન્ટિંગ સોલ્યુશન્સ રજૂ કરશે. IMTEX FORMING 2026 ઘરેલુ પ્રોડક્ટ્સના ઉત્પાદન અને તેની નિકાસોને વેગ આપશે.”

પાંચ દિવસનું આ એક્ઝિબિશન એક અનોખું પ્લેટફોર્મ છે જે ડિજિટલ પરિવર્તન અને ઉત્પાદન ક્ષેત્રે ઉચ્ચ ઉત્પાદકતા પૂરી પાડનારા સોલ્યુશન્સ અપનાવવાને હજુ વધુ વેગ આપશે.

Share This Article