અમદાવાદ : ભારતની સૌથી મોટી વાણિજ્યિક બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)નાં ચેરમેન શ્રી રજનીશ કુમારે ગુજરાતનાં ગાંધીનગરમાં ગિફ્ટ-સેઝમાં સ્થિત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાં બેંકનાં આઇએફએસસી યુનિટ (આઇબીયુ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયાના ચેરમેન રજનીશકુમારે જણાવ્યું હતું કે, એસબીઆઇએ વર્ષ ૨૦૧૬માં અહીં એની શાખા સ્થાપિત કરી હતી અને અઢી વર્ષનાં ગાળામાં આ શાખામાં નોંધપાત્ર એસેટ બુક ઊભી થઈ છે, જેમાં મુખ્યત્વે વિદેશી ચલણની લોન સામેલ છે. આ શાખા પ્રથમ વર્ષથી જ નફો કરી રહી છે
છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં નાણાકીય સેવાઓનાં ક્ષેત્રમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. ઘણાં વિકસિત દેશોમાં ફાઇનાન્શિયલ કેન્દ્રો છે, જે સમયની સાથે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં પરિવર્તિત થયા છે. આ કેન્દ્રો અનુકૂળ નીતિનિયમો ધરાવે છે તથા મૂડી અને પ્રતિભા આકર્ષિત કરવા માટે વ્યાવસાયિક વાતાવરણ ઊભું કરવા માંગે છે. સફળ આઇએફએસસી એવા સ્થાને છે, જ્યાં લેટેસ્ટ ફાઇનાન્શિયલ ટેકનોલોજીઓ અને ઉત્પાદનોનો ઉપયોગ કરીને દુનિયાભરની કંપનીઓ વચ્ચે વ્યવસાયો થાય છે. જ્યારે વર્ષ ૨૦૨૦ સુધી ૧૦૦ ટકા કરવેરાનાં કન્સેશન ઉપલબ્ધ છે અને વર્ષ ૨૦૨૫ સુધી આગામી પાંચ વર્ષ માટે ૫૦ ટકા સુધીની કરવેરામાં છૂટ આકર્ષક છે, ત્યારે આ એક જ કારણસર એસબીઆઇએ આઇએફએસસીમાં પોતાની ઓફિસ સ્થાપિત કરી નથી.
એસબીઆઇએ ભારતમાં ભારતીય કંપનીઓને તેમનાં વ્યવસાય માટે મંજૂર કરેલ ઈસીબીઝ(એક્ષ્ટર્નલ કમર્શિયલ બોરોઇંગ) વિદેશી ચલણમાં હતી, જે અમારી વિદેશી ઓફિસમાં જમા થતી હતી, જ્યારે સંપૂર્ણ સંબંધ ભારતમાં છે. આ લોનનું સર્વિસિંગ અને મેઇન્ટેનન્સ લંડન, ન્યૂયોર્ક, સિંગાપોર અને હોંગકોંગ જેવા ઊંચો ખર્ચ ધરાવતા ન્યાયિક ક્ષેત્રમાં આવે છે, જે બેંકનો વધારાનો ખર્ચ હતો. ગિફ્ટ સિટી ખુલવાની સાથે આ લોન ભારતમાં લઘુતમ ખર્ચે મેળવવામાં મદદ મળી છે. આ ઉદ્ઘાટન પ્રસંગે એસબીઆઇના મેનેજિંગ ડાયરેક્ટર (ગ્લોબલ બેંકિંગ અને પેટાકંપનીઓ) અને એસબીઆઇના ડીએમડી (ઇન્ટરનેશનલ બેંકિંગ ગ્રૂપ) શ્રી વેંકટ સી નાગેશ્વર, અમદાવાદની એસબીઆઇ લોકલ હેડ ઓફિસનાં ચીફ જનરલ મેનેજર શ્રી દુખબંધુ રથ ઉપસ્થિત રહ્યા હતાં.