રેટિનાની તપાસથી બિમારીની ઓળખ થઇ શકે છે. તબીબોના કહેવા મુજબ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસના દર્દીની રેટિના વહેલી તકે ખરાબ થવાનો ખતરો રહે છે. તબીબો એમ પણ કહે છે કે આંખમાં વધારે પ્રમાણમાં રક્તસ્ત્રાવ થાય તો પૂર્ણ આંધળાપણાનો ખતરો રહે છે. બી અલર્ટ રહેવાની તાકીદની જરૂર હોય છે. રેટિનાને બ્લડ શુગર પ્રભાવિત કરે છે. નિષ્ણાંત તબીબો કહે છે કે ઇન્સુલિન જ્યારે બનતુ નથી અથવા તો ઇન્સુલિન બનવાનુ પ્રમાણ ઓછુ હોય છે ત્યારે ગ્લોકોજનુ પ્રમાણ કોશિકામાં પહોંચી શકતુ નથી. તે લોહીમાં ભળી જાય છે. બ્લડ શુગરના દર્દીના રક્તમાં ગ્લોકોઝનુ સ્તર જે વધી જાય છે તે રક્તની નળીઓને નુકસાન કરે છે. તબીબોના કહેવા મુજબ ડાયબિટિક રેટિનોપૈથી એક પ્રકારની બિમારી છે.
જે બ્લડ શુગર સાથે પિડિત વ્યક્તિની રેટિનાને પ્રભાવિત કરે છે. આ રેટિનાને લોહી પહોંચાડનાર ખુબ પાતળી નસો ક્ષતિગ્રસ્ત હોવાના કારણે સ્થિતી સર્જાય છે. સમય પર સારવાર ન કરાવવાની સ્થિતીમાં પૂર્ણ આંધળા થવાનો ખતરો રહે છે. ડાયાબિટીસના આવા ૪૦ ટકા દર્દી આ બિમારીથી ગ્રસ્ત રહે છે. દુનિયામાં આંધળાપણા માટેનુ આ સૌથી મોટુ કારણ છે. વિશ્વ આરોગ્ય સંગઠને પોતાના વિઝન ૨૦૨૦માં આને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. હાઇ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરન દર્દીઓને પણ આ બિમારી થવાનો ખતરો રહે છે. રેટિના આંખની અંદર ના ભાગમાં સ્થિત એક પ્રકાશ સંબંધી નાજુક પરત છે. જે પ્રકાશની મદદથી વસ્તુની છાપ નિર્માણ માટે મસ્તિષ્ક સાથે જાડાયેલી હોય છે. ટાઇપ-૧ ડાયાબિટીસમાં શરીર ઇન્સુલિનનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરી શકતા નથી. ઇન્સુલિન કોશિકા મારફતે ગ્લુકોઝ શરીરમાં પહોંચાડે છે. તે કોશિકા સુધી ન પહોંચવાના કારણે જટિલ સ્થિતી સર્જાય છે. લહીમાં ભળી જાય છે. દર્દીના રક્તમાં શર્કરાનુ સ્તર વધી જવાના કારણે રક્ત નસો ક્ષતિગ્રસ્ત થાય છે.
આના કારણે રક્તસ્ત્રાવ શરૂ થઇ જાય છે. રેટિનામાં સોજા આવી જાય છે. રેટિનાને પુરતા પ્રમાણમાં ઓક્સીજન અને પોષક તત્વો મળી શકતા નથી. શરૂઆતમાં આંખમાંથી ધુંઘળુ દેખાય છે. સમયસર સારવાર ન કરાવવાની સ્થિતીમાં આંધળાપણાનો ખતરો હોય છે. કેટલીક વખત ડાયબિટિક રેટિનોપૈથીથી ગ્રસ્ત વ્યક્તિની નજર સ્પષ્ટ હોય છે અને તેને બિમારી સાથે સંબંધિત કોઇ લક્ષણ દેખાતા નથી. ડાયાબિટીસ નિષ્ણાંત તબીબોની સલાહ લેવી જોઇએ. સાથે સાથે આંખની ચકાસણી કરાવવી જોઇએ. આ ચકાસણીના ભાગરૂપે પરદાથી તપાસ કરવામાં આવે છે. રક્તસ્ત્રાવથી પહેલા માહિતી મેળવી લેવામાં આવે છે. સારવારની વાત કરવામાં આવે તો આમાં લેજર કિરણની મદદથી આંખની નસથી રક્તસ્ત્રાવ અને અસામાન્ય નસોને વિકસિત થવા રોકવા માટે રક્તવાહિનીને સીલ કરવામાં આવે છે. ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આંખમાં ઇન્જેક્શનથી દવા નાંખવામાં આવે છે. જે ડાયાબિટિક રેટિનોપેથીથી આંખને થનાર નુકસાનને રોકે છે. મેક્યુલામાં વધારે સોજા અથવા તો લેજર સારવાર બાદ રક્તસ્ત્રાવ હોવાની સ્થિતીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપરેશન પણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આંખમાં રક્ત ભરવાથી પારદર્શી વિટ્રીઅસ જેલી ધુંધળી બની જાય છે. ટ્રેક્શનલ રેટિનલ ડિટેચમેન્ટ થઇ જાય છે. તેમાં લેજર સારવાર કામ કરતી નથી.
આવી સ્થિતીમાં વિટ્રેક્મી ઓપરેશન કરવામાં આવે છે. આ પ્રકારની સારવાર વેળા અને પહેલા નિયમિત રીતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો બિમારીને રોકી શકાય છે. નિષ્ણાંત તબીબો કહે છે કે બિમારીના લક્ષણની વાત કરવામાં આવે તો મેક્યુલામાં સોજાના કારણે દ્રષ્ટિ ધુંધળી બને છે. મચ્છરા જેવી આકૃતિ દેખાય છે. ચશ્માના નંબર વારંવાર બદલાતા રહે છે. આંખમાં ઇન્ફેક્શન પણ થતા રહે છે. સવારે ઉઠ્યા બાદ ઓછા પ્રમાણમાં દેખાય છે. માથામાં દુખાવા પણ રહે છે. આ તમામ સામાન્ય લક્ષણ તરીકે છે. નિષ્ણાંત તબીબો એમ પણ કહે છે કે આંખની નિયમિત તપાસ કરાવવી જોઇએ. પાંચ વર્ષથી ડાયાબિટીસ છે તો દર ત્રીજા મહિનામાં તપાસ કરવાની જરૂર હોય છે. બ્લડ શુગરના નિયંત્રણ પણ ખુબ જરૂરી છે. હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવામાં આવે તે જરૂરી છે.