બરફ ચહેરાની રંગત વધારે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આઇસ ક્યુબનો ઉપયોગ માત્ર રસોડા સુધી જ મર્યાિદત નથી. તે ચહેરાની ખુબસુરતી વધારી દેવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. આઇસ માત્ર રસોડા સુધી મર્યાિદત નથી. તેના અન્ય અનેક ઉપયોગ છે. તે ચહેરાની રંગતને વધારી દેવામાં અને સનબર્ન, કાળા દાગ, ખીલ અને ચહેરાના દાગને દુર કરવામાં તેની ભૂમિકા હોય છે. બરફ સૌન્દર્ય સાથે સંબંધિત સમસ્યાનો ઉકેલ લાવવામાં ભૂમિકા અદા કરે છે. બરફના કારણે સૌન્દર્ય સમસ્યાના કુદરતી રીતે ઉકેલમાં મદદ મળે છે. સાથે સાથે તે ફેસિયલ, સ્પા જેવી મોંઘી ટ્રીટમેન્ટની તુલનામાં વધારે પ્રભાવી પણ હોય છે. તેના મસાજથી સ્કીનમાં ખેંચ આવે છે. સાથે સાથે સ્કીનમાંથી ગંદગી બહાર આવે છે.

આ બાબતનુ ખાસ ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે કે બરફને ચહેરા પર ક્યારેય સીધી રીતે લગાવવામાં ન આવે . આના કારણે ચહેરાની કોશિકાને નુકસાન થવાનો ખતરો રહે છે. બરફના ટુકડાને પહેલા કોટનમાં લપેટીને લગાવવામાં આવે તો ફાયદો થાય છે. બરફની મસાજથી અનેક સીધા ફાયદા થાય છે. ગરમીમાં ફાઉન્ડેશન વધારે સમય સુધી જાળવી રાખવા માટે કોટન વુલથી એસ્ટ્રોજેન્ટ ટોનર લગાવી શકાય છે.

થોડાક સમય સુધી રાખ્યા બાદ સાફ કપડાથી આઇસને લપેટીને ચહેરા પર મસાજ કરવામાં આવે તે જરૂરી હોય છે. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બરફના ઠંડા પાણીમાં કોટન વુલ પળાડીને સ્કીન પર ધીમે ધીમે મસાજ કરવાથી સીધો ફાયદો થાય છે. સ્કીન પર કોઇ ઇજા થઇ જાય તો પણ આઇસ પેકથી રાહત મળે છે. આના કારણે ચહેરાની તાજગી પરત ફરે છે. આઇસ ક્યુબમાં સંતરા, લિમ્બુ નાંખીને મસાજ કરવાથી વધારે સારો ફાયદો થાય છે.

Share This Article