ICCએ ૨૦૨૪ શ્રેષ્ઠ ODI ટીમની જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વર્ષ ૨૦૨૩ની સર્વશ્રેષ્ઠ T20ટીમ પસંદ કર્યા બાદ ICCએ હવે શ્રેષ્ઠ ODI ટીમની પણ જાહેરાત કરી છે. મોટા સમાચાર એ છે કે આ ટીમમાં કુલ ૬ ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્માની પસંદગી કરવામાં આવી છે અને વિરાટ કોહલી, શુભમન ગિલ પણ આ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ છે. બીજી રસપ્રદ વાત એ છે કે વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ટીમના માત્ર ૨ ખેલાડીઓને શ્રેષ્ઠ ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પેટ કમિન્સ વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા તરફથી ટીમમાં માત્ર ટ્રેવિસ હેડ અને એડમ ઝમ્પાની પસંદગી કરવામાં આવી છે. ICCની વર્ષની શ્રેષ્ઠ વનડે ટીમના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલ છે. રોહિત પણ કેપ્ટન બની ગયો છે. ટ્રેવિસ હેડને ત્રીજા નંબર પર રાખવામાં આવ્યો છે. જ્યારે ચોથા નંબર પર વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિશેલની પણ પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર હેનરિક ક્લાસેન વિકેટકીપર તરીકે ટીમમાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાનો બોલિંગ ઓલરાઉન્ડર માર્કો જાેન્સન પણ આ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. આ ટીમમાં બે સ્પિનરોની પસંદગી કરવામાં આવી છે અને રસપ્રદ વાત એ છે કે બંને રિસ્ટ સ્પિનર્સ છે. એડમ જમ્પા અને કુલદીપ યાદવને ટીમમાં એન્ટ્રી મળી છે. મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીને ફાસ્ટ બોલર તરીકે સ્થાન મળ્યું છે. વર્ષ ૨૦૨૪ ની શ્રેષ્ઠ ODI ટીમ વિષે જણાવીએ, જેમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરિલ મિશેલ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.

TAGGED:
Share This Article