ઇન્ડિયન એકેડમી ફોર સેલ્ફ-એમ્પ્લોય્ડ વુમન (IASEW) સંગીતના પારંગત કલાકારોને એક મંચ પર લાવી રહી છે. આ ઇવેન્ટ અમદાવાદના મણીપુર ગામ ખાતે યોજાઈ છે. સંગીત એ એક એવી ભાષા છે જે સમુદાય, ધર્મ કે ભૂગોળના બંધનોથી પરે છે તે વાર્તાઓ અને સંદેશાઓને જોડતી એક એવી શક્તિશાળી માધ્યમ છે જે આપણને એક કરે છે. પરંપરાગત સંગીત આપણા સાંસ્કૃતિક વારસાનો એક અનમોલ ખજાનો છે અને તેની સાથે જ સંચારનું એક અસરકારક સાધન છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને, IASEW 26 અને 27 ડિસેમ્બર, 2024ના રોજ સંગીત અને સંચાર જેવા અનોખુ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે
આ કાર્યક્રમનો હેતુ લોકસંગીત, પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓના સમૃદ્ધ વારસાની શોધ અને ઉજવણી કરવાનો છે, જે અત્યારે લુપ્ત થવાનું જોખમ વધી રહ્યું છે. આ પહેલ દ્વારા, આઈએએસઈડબલ્યુ સમુદાયોને જોડતા અને તેમની વિશિષ્ટ ઓળખને જાળવી રાખતા આ કળાના સ્વરૂપને સમજવા, દસ્તાવેજીકરણ કરવા અને કલાકારોને પ્રોત્સાહન આપવા માગે છે.
વર્કશોપની શરૂઆતમાં કલાકારો તેમની ઓળખ તેમના વાજિંત્ર સાથે આપશે,ત્યારબાદ ફોકસ ગ્રુપ ડિસ્કશન (એફજીડી) થશે, જેમાં સંગીતમાં રસ ધરાવતા સહભાગીઓને તેમના અનુભવો અને આ વિષય પર તેમનો વિચારોની આપ-લે કરવા આમંત્રણ આપવામાં આવશે. આ સહભાગીઓ લાંબા સમયથી વિવિધ કાર્યકમો મારફતે આઇએએસઇડબલ્યુ સાથે સંકળાયેલા છે, જેમાં અમારા રેડિયો પ્રોગ્રામ્સ (રૂડી નો રેડિયો), તાલીમ સત્રો, વીડિયો સ્ક્રીનિંગ, રિપ્લે અને વર્ષોથી આઇએએસઇડબલ્યુ દ્વારા હાથ ધરવામાં આવતી અન્ય પ્રવૃત્તિઓનો ભાગ રહ્યા છે.ચર્ચાઓ આ પ્રશ્નોની આસપાસ છે, જેમ કે જે વાજિંત્રો વગાડવામાં આવતા તેનો પ્રકાર , તેમની કળાનો ઇતિહાસ, પરંપરાગત સંગીતને જાળવવામાં પડકારો અને આવનારી પેઢીને તે વારસો કેવી રીતે આપે છે તેમના અભિપ્રાય જાણવાનો. સહભાગીઓ અને સંગીત દ્વારા અસરકારક સંવાદ કરવાનું મહત્વ વિશે જાણવા આ ડિસ્કશન કરવામાં આવશે., તેની સાથે સહભાગીઓને તેમની સંગીતની પ્રતિભા દર્શાવવાની તક મળશે. તેમની કામગીરીને આઈએએસઈડબલ્યુની સંગ્રહ કરવાની પહેલના ભાગરૂપે રેકોર્ડ કરવામાં આવશે, જે ભવિષ્યની પેઢીઓ માટે આ અમૂલ્ય કળા સ્વરૂપોને જાળવી રાખશે. આ રેકોર્ડિંગ્સને રૂડી નો રેડિયો પર આઇએએસઇડબલ્યુના રેડિયો કાર્યક્રમોમાં સંકલિત કરવામાં આવશે, જે વધારે લોકો સુધી પહોંચશે.
આ ઇવેન્ટમાં સ્થાનિક સંગીતકારો તેમજ ઉત્સાહીઓ સાથે કામ કરીને, આ સંસ્થાનો હેતુ પરંપરાગત સંગીતને વધુ સમૃદ્ધ બનાવવાનો છે, જ્યારે આ સાંસ્કૃતિક ખજાનાને જીવંત રાખવાના પ્રયત્નોને પ્રેરણા આપે છે.
અંતે,સંગીત અને સંચાર દ્વારા, IASEW પરંપરાગત સંગીતમાં નવી રુચિ જગાડવાની આશા રાખે છે, જેથી આ કલા સ્વરૂપો સમૃદ્ધ થતા રહે અને ભાવિ પેઢીઓ સાથે ગુંજતા રહે.