Canara HSBC લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા આઈસિલેક્ટ ગેરન્ટીડ ફ્યુચર પ્લસ પ્લાન રજૂ કરાયો
નવી દિલ્હી : કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સ દ્વારા આઈસિલેક્ટ ગેરન્ટીડ ફ્યુચર પ્લસ રજૂ કરવામાં આવ્યો છે, જે પ્લાન લક્ષ્યો સંરક્ષિત કરવા જીવન વીમો અને ખાતરીદાયક લાભો તેમ જ મનની શાંતિ પૂરી પાડે છે. પ્લાન અલગ અલગ જીવનના તબક્કા અને માઈલસ્ટોન્સ માટે વ્યક્તિગતો અને તેમના પરિવારોને નાણાકીય સલામતી અને સ્થિરતા પૂરી પાડે છે.
પ્રોડક્ટ ઘણી બધી મુખ્ય વિશિષ્ટતાઓ સાથે આવે છે. તે જીવન રક્ષણ પૂરું પાડે છે, જે અનિશ્ચિત સમયમાં નાણાકીય સલામતી ઓફર કરીને પોલિસીધારકો અને તેમના વહાલાજનો માટે સુરક્ષાનું કવચ તરીકે કામ કરે છે. 100 ટકા ખાતરીદાયક લાભો સાથે પ્લાન નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં નિશ્ચિતતાની ખાતરી રાખે છે. ઉપરાંત પ્લાન પોલિસીધારકોને પોલિસીની મુદતને અંતે ખાતરીદાયક એકસામટી રકમના લાભો થકી લગ્ન, નિવૃત્તિ અને બાળકનું શિક્ષણ જેવા માઈલસ્ટોન્સ માટે નાણાકીય ભંડોળ નિર્માણ કરવામાં મદદ કરે છે. મેચ્યુરિટી સમયે ચૂકવવામાં આવતાં કુલ પ્રીમિયમ પ્રાપ્ત કરવાનો વિકલ્પ વધુ ધાર પૂરી પાડે છે, જેથી રોકાણો પર પૂરતાં નાણાકીય વળતરો મળે તેની ખાતરી રાખે છે. બહેતર રક્ષણ માટે યોજના વૈકલ્પિક લાભો આપે છે, જે વ્યક્તિગતોને ચોક્કસ જરૂરતો અને અગ્રતાઓ અનુસાર તેમનું રક્ષણ તૈયાર કરવાની અનુકૂળતા આપે છે.
નવી પ્રોડક્ટના લોન્ચ પર કેનેરા એચએસબીસી લાઈફ ઈન્શ્યુરન્સના એપોઈન્ટેડ એક્ચ્યુઅરી શ્રી અક્ષય ધાંદે જણાવ્યું હતું કે, “અમને આઈસિલેક્ટ ગેરન્ટીડ ફ્યુચર પ્લસ રજૂ કરવાની ખુશી છે. તેનું લક્ષ્ય સ્વ–તૈયાર વીમા પોલિસીમાંથી ખાતરીદાયક વળતરો ચાહતા વ્યક્તિગતોને મજબૂત નાણાકીય સ્થિરતા પૂરી પાડે છે. ચોક્કસ વીમા જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલો આ પ્લાન લાંબે ગાળે ખર્ચનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે ખાતરીદાયક લાભો અને સાનુકૂળ વિકલ્પો આપે છે. આ પરિમાણ વિવિધ જીવનના તબક્કામાં વિશ્વસનીય સમાધાન આપવાની અમારી સમર્પિતતા દર્શાવે છે.“
ગ્રાહકોની જરૂરતોને આધારે પ્લાન ઓફર કરાતા વિવિધ પ્લાન વિકલ્પમાંથી વ્યક્તિગતોને સાનુકૂળતા પ્રદાન કરે છે. એન્ડોવમેન્ટ ઓપ્શન પોલિસીધારકોને એકસામટી રકમ જમા કરવાની સુવિધા આપે છે, જેથી પોલિસીની મુદત પૂરી થવા પર ખાતરીદાયક લાભો સાથે લગ્ન, નિવૃત્ત અને શિક્ષણ જેવાં લક્ષ્યો માટે નાણાકીય આધારની ખાતરી રાખે છે.
વૈકલ્પિક રીતે નિયમિત આવક વિકલ્પ વ્યક્તિગતોને પ્રીમિયમ ચુકવણીની મુદત પછી એકધાર્યો આવકનો પ્રવાહ સ્થાપિત કરવામાં મદદ કરે છે, જે રોજબરોજનો ખર્ચ અને ભાવિ લક્ષ્યો માટે પોલિસીની મુદતના અંતે ખાતરીદાયક એકસામટી રકમ આવરી લે છે.
પ્રીમિયમના વળતરના વિકલ્પ સાથેની લાંબા ગાળાની આવક રોજબરોજના ખર્ચનું ધ્યાન રાખીને લાંબા સમય સુધી ખાતરીદાયક આવકની સલામતી પ્રદાન કરે છે અને મેચ્યુરિટી સમયે પ્રીમિયમના વળતરના વધારાના લાભ પૂરા પાડે છે.
તુરંત નાણાકીય આધાર ચાહનારા માટે વહેલી આવકો વિકલ્પ પ્રવાહિતાની ચિંતાઓ અને રોજબરોજના ખર્ચને અસરકારક રીતે પહોંચી વળીને બીજા પોલિસી વર્ષથી ખાતરીદાયક આવક મળે તેની ખાતરી રાખે છે. પ્લાન વિકલ્પ પોલિસીના આરંભમાં પસંદ કરી શકાય અને લાભો પ્લાન વિકલ્પ અને પસંદ કરેલા પ્રીમિયમને આધારે ભિન્ન હોઈ શકે છે.
પ્લાન બે વૈકલ્પિક લાભો થકી વધારાની સલામતી પ્રદાન કરે છે. પેયર પ્રીમિયમ પ્રોટેકશન રક્ષણ જો પેયર (એટલે કે, પોલિસીધારક) પોલિસીની મુદત દરમિયાન કોઈ પણ સમયે મૃત્યુ પામે તો સર્વ ભાવિ પ્રીમિયમો માફ કરવાની ખાતરી રાખે છે. આ લાભ એન્ડોવમેન્ટ વિકલ્પ અને નિયમિત આવક વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. વૈકલ્પિક રીતે વધારાનો મૃત્યુ લાભ રક્ષણની વધારાની સપાટી પૂરી પાડે છે, જે અકસ્માતી મૃત્યુના કિસ્સામાં વીમિત રકમની સમકક્ષ વધારાની ચુકવણી ઓફર કરે છે.