ટનેલ ઓફ લવ યુક્રેનમાં સૌથી રોમેન્ટિક સ્થાન પૈકી એક છે. જે હમેંશા રોમેન્ટિક ટુર પર જતા દંપત્તિ અને પ્રેમીઓમાં ખાસ આકર્ષણ ધરાવે છે. કપલ અને હનિમુન પર જતા નવા દપંત્તિ માટે આ જગ્યા હમેંશા તમામને પ્રભાવિત કરે છે. આ ટનેલને લઇને એવી માન્યતા છે કે આ પૂર્ણ ટનેલમાં પોતાના પાર્ટનરની સાથે હાથમાં હાથ રાખીને ફરવાની સ્થિતીમાં મનથી જે ઇચ્છા વ્યક્ત કરવામાં આવે છે તે પૂર્ણ થાય છે. એમ કહેવામાં આવે છે કે જા પ્રેમ સાચો હોય તો આ ટનેલમાં માંગવામાં આવેલી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. ટનેલ ઓફ લવમાં પોતાના પ્રેમને સેલિબ્રેટ કરવા માટ મે મહિનાથી ઓગષ્ટ સુધી અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી જઇ શકાય છે. આ ગાળા દરમિયાન હવામાન અને ખુબસુરતી બંને ચરમસીમા પર રહે છે. એક અન્ય ખાસ પણ જોડાયેલી છે તે એ છે કે જા તમે લીલા પાંદડાથી ઘેરાયેલી ટનેલમાં પ્રેમ સાથે વોક કરવાની ઇચ્છા ધરાવો છો તો મેથી ઓગષ્ટ મહિના સુધી આવવાની જરૂર હોય છે. જા બદલાતા મૌસમમાં વૃક્ષોના બદલતા રંગની વચ્ચે આવવા માંગો છો તે આપના માટે ગાળો સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે આદર્શ રહે છે. હવે રેલવે દ્વારા સક્રિય રીતે ટ્રેકનો ઉપયોગ કરવામાં આવતો નથી.
જેથી એવા વૃક્ષોને કાપવામાં આવતા નથી જે રસ્તાની બંને બાજુએ હોય છે. મોટા વૃક્ષોની શાખાઓના કારણે ટનેલની ખુબસુરતી વધી જાય છે. આ ટનેલની સુન્દરતા જાવા માટે પણ મોટી સંખ્યામાં લોકો પહોંચતા રહે છે. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે જ્યાર ઠંડીના દિવસોમાં હિમ વર્ષા થાય છે ત્યારે મોટા ભાગના વિસ્તાર બરફમાં ઢંકાઇ જાય છે. પ્રેમી યુગલ માટે આ ટનેલને આશિર્વાદ તરીકે ગણવામા આવે છે. દુનિયાભરમાંથી અહીં યુગલો પહોચે છે. આ જગ્યાએ કઇ રીતે પહોંચવામાં આવે તેની વાત કરવામાં આવે તો કહી શકાય છે કે યુક્રન પૂર્વીય યુરોપના એક દેશ તરીકે છે. જે પારંપરિક ચર્ચ અને બ્લેક સી કોસ્ટલાઇનની સાથે પહાડોના કારણે ઓળખવામાં આવે છે. ટનલ ઓફ લવ ઉપરાંત ફરવા માટે કેટલીક જગ્યાએ છે. અહીં પહોંચવા માટે તમારી પાસે ભારતીય પાસપોર્ટ હોય તે જરૂરી છે. ત્યારબાદ તમે તમારી સુવિધા મુજબ ટુર ઓપરેટર્સ દ્વારા આપવામાં આવેલા પેકેજ હેઠળ જઇ શકાય છે.
જોતમે કોઇ પેકેજની સાથે ત્યાં જવા માટે ઇચ્છુક નથી તો પોતાના સ્તર પર યાત્રા કરી શકો છો. વિમાની યાત્રા દ્વારા યુક્રેનના પાટનગર કિવ પહોંચી શકાય છે., ટનેલ ઓફ લવ ક્લવનમાં સ્થિત છે. જે દેશના પાટનગરથી અહીં પહોંચવા માટે અંતર ૩૫૦ કિલોમીટર છે. માર્ગ સુવિધા એટલી શાનદાર છે કે તમે માત્ર સાઢા ત્રણ કલાકમાં પહોંચી શકાય છે. અહીંથી પ્રાઇવેટ બસ અથવા તો ટેક્સી દ્વારા ટનેલ ઓફ લવ પહોંચી શકાય છે. અહીંથી તમે કોઇ પણ ટુર ઓપરેટર્સનો સંપર્ક કરી શકાય છે. અહીથી હેલિકોપ્ટર દ્વારા ટનેલ ઓફ લવ પહોંચી શકાય છે. ટનેલ ઓફ લવ અંગે જે રીતે લોકોને માહિતી મળી રહી છે તે રીતે હવે વધુને વધુ લોકો પહોંચી રહ્યા છે. જે લોકો અહીં જઇને આવ્યા છે તે લોકો સોશિયલ મિડિયા પર પણ ફોટો મુકી રહ્યા છે. જેના કારણે બોલબાલા વધી રહી છે. ટનેલ ઓફ લવ યુક્રેનના ક્લેવનમાં સ્થિતી છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ રેલવે પણ છે. જે સુરંગમાંથી પસાર થાય છે. જો કે તેની ખુબસુરતીને ધ્યાનમાં લઇને હવે રેલવે દ્વારા કેટલાક ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. વૃક્ષોને કાપમનાં આવી રહ્યા નથી.
આ રેલવે ગ્રીનરી સાથે ઘેરાયેલા હોવાના કારણે તેની પણ ખુબસુરતી જોવાલાયક હોય છે. અહીંથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે લોકો રોમાંચ અનુભવ કરે ચે. ટનેલ મારફતે ટ્રેન પસાર થાય છે ત્યારે લોકોમાં ઉત્સુકતા વધી જાય છે. યુક્રેનમાં ફરવા માટે જતા લોકો માટે આ જગ્યા પણ મુખ્ય આકર્ષણ છે. એમ પણ યુક્રેનની ઓળખ ખુબસુરત દેશ તરીકે કરવામાં આવે છે. યુક્રેનમાં પણ ભારતીય લોકો રહે છે. અહીં સ્થાનિક ભાષાનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા વધારે છે. ખુબ વિકસિત દેશ તરીકે તેની ઓળખ છે.