બરોડા ડેરીમાં ભારે વિવાદ,ડિરેક્ટરોને સીઆર પાટીલનું તેડું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બરોડા ડેરીમાં ભારે વિવાદના અંતે ચૂંટણી મુલતવી રહેતા ભાજપ પ્રદેશ પ્રમુખ એક્ટિવ થયા છે. ડેરીમાં સર્જાયેલી મડાગાંઠ ઉકેલવા આજે મંગળવારે સાંજે ૪ કલાકે સી.આર.પાટીલે બેઠક બોલાવી છે. બેઠકમાં બરોડા ડેરીના ૧૦ ડિરેક્ટરોને બોલાવ્યા છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચના સાંસદ અને વડોદરા અને છોટાઉદેપુરના ૮ ધારાસભ્યોને પણ ઉપસ્થિત રહેવા સૂચના અપાઇ છે.ડિરેક્ટરો મેન્ડેટ વિરુદ્ધ કેમ એક થયા તે મુદ્દે પાટીલ માહિતી મેળવશે તથા પક્ષના મેન્ડેટ વિરુદ્ધ જનાર સામે શિસ્ત ભંગના પગલાં પણ લેવાઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે સી.આર.પાટીલે બોલાવેલી બેઠકમાં જિલ્લાના આગેવાનો અને પદાધિકારીઓના સૂચનો અને ભૂમિકા મહત્વની રહેશે. આ સાથે બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે સતીષ નિશાળીયાનું નામ ફાઇનલ કરવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે.

Share This Article