હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની મુદત ૩૦ એપ્રિલ ૨૦૧૮ સુધી લંબાવાઇ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજ્યમાં ૧૬ નવેમ્બર,૨૦૧૨થી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની કામગીરી આરટીઓ/એઆરટીઓ ખાતે શરૂ કરવામાં આવી છે. કેન્દ્રિય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ  લગાવવી ફરજિયાત છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ  લગાવવા માટે જનતાનો આરટીઓ/એઆરટીઓ ખાતે વધુ પડતા ઘસારાને ધ્યાને લઇને તેમજ જનતાની વધુ સમય મળી રહે તે હેતુથી હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેની તારીખ ૩૦ એપ્રિલ, ૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે.

જાહેર કરેલી આ નવીન તારીખ સુધીમાં જનતાએ વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાડવી ફરજિયાત રહેશે. અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા માટેની આખરી તારીખ ૩૧ માર્ચ, ૨૦૧૮ જાહેર કરવામાં આવી હતી.

TAGGED:
Share This Article