ઋતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ‘વિક્રમ વેધા’નું ટીઝર રિલીઝ કરાયું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પુષ્કર-ગાયત્રીની એક્શન-થ્રિલર ‘વિક્રમ વેધા’નું ટીઝર બુધવારે સવારે ઑનલાઈન લોન્ચ કરવામાં આવ્યું હતું.
‘વિક્રમ વેધા’નું ટીઝર એક્શનથી ભરપૂર દ્રશ્યો સાથે દર્શકો માટે સુખદ આશ્ચર્ય તરીકે ઉભરી આવ્યું અને એક આકર્ષક વાર્તા કે જેમાં વેધા તરીકે ભારતીય અભિનેતા ઋતિક રોશન અને વિક્રમ તરીકે સૈફ અલી ખાન દર્શાવવામાં આવ્યા હતા.

Vikram Vedha 3

ફિલ્મનું 1 મિનિટ 46 સેકન્ડ લાંબુ વિઝ્યુઅલ ટીઝર ‘વિક્રમ વેધા’નાવિશ્વમાં એક સંપૂર્ણ ટીઝર બનાવે છે. ટીઝર સિટીઓ વાગાડવા લાયક સંવાદો, વિશાળ પાયે એક્શન સિક્વન્સ અને ખૂબ જ આકર્ષક બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે સમર્થિત લાગણીઓના ડ્રામાથી ભરપૂર છે. એકંદરે, આ ટીઝરવચન આપે છે કે વિક્રમ વેધા એક સંપૂર્ણ મનોરંજન પેકેજ છે.
અભિનેતા ઋતિક રોશન અને સૈફ અલી ખાનની સાથેસાથે નિર્માતા પુષ્કર-ગાયત્રીને ટીઝરને લઈ પ્રેક્ષકો 30મી સપ્ટેમ્બર 2022ના રોજ થિયેટરોમાં ફિલ્મ જોવા માટે ઉમટી પડશે તેવા અઢળક પ્રતિસાદ અને પ્રશંસા સમગ્ર ડિજિટલ પ્લેટફોર્મ પર મળી.

Vikram Vedha 1

‘વિક્રમ વેધા’ પુષ્કર-ગાયત્રી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત એક્શન-થ્રિલર છે. વિક્રમ વેધાની વાર્તા અનેક મરોડ અને વળાંકોથી ભરેલી છે, કારણ કે એક ખડતલ કોપ વિક્રમ (સૈફ અલી ખાન) એક ખૂંખાર ગેંગસ્ટર વેધા (ઋતિક રોશન)ને ટ્રેક કરી તેનો પીછો કરવા નીકળે છે. જે સામે આવે છે તે છે બિલાડી અને ઉંદરની પકડા-પકડી, જ્યાં માસ્ટર વાર્તાકાર વેધા વાર્તાઓની એક શ્રૃંખલાના માધ્યમથી વિક્રમનેપાછલી ઘટનાઓ પરથી પડદો હટાવવા માટે મદદ કરે છે, જે વિચાર-પ્રેરક નૈતિક અસ્પષ્ટતાઓ તરફ દોરી જાય છે.

‘વિક્રમ વેધા’ને ગુલશન કુમાર, ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કસ અને જિયો સ્ટુડિયો અને YNOT સ્ટુડિયો પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રીએ કર્યું છે અને નિર્માતા ભૂષણ કુમાર અને એસ. શશીકાંત છે અને વિક્રમ વેધા 30મી સપ્ટેમ્બર 2022ના રોજ વૈશ્વિક સ્તરે મોટા પડદા પર રજૂ થશે.

ટીઝર લિંક- https://www.youtube.com/watch?v=nf51aIeEWa0

Share This Article